- ધરમપુરમાં 3 ઈંચ વરસાદમાં રસ્તાઓ ભરાઈ ગયા હતા પાણી
- પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર ઉઠ્યા હતા સવાલો
- પાલિકા દ્વારા ગટર સાફસફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું
વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રની કામગીરીને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો જેની અસર જોવા મળી છે. અને ધરમપુરમાં વહીવટી તંત્ર દોડતું થયું અને ગટરોની સાફસફાઇની કામગીરી શરૂ કરી દેવામાં આવી.
મળતી માહિતી મુજબ, વલસાડમાં સંદેશ ન્યુઝની ધારદાર અસર જોવા મળી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મોડી રાતે 4 કલાકમાં 3 ઇચ વરસાદ પડ્યો હતો. 3 ઈચ વરસાદને કારણે ધરમપુરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની એવી તે અસર થઈ કે ધરમપુર નગરપાલિકા ધંધે લાગી ગઈ.
માત્ર 3 ઇંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સંદેશ ન્યૂઝ દ્વારા ધરમપુર નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને લઈને બીજા દિવસે પાલિકા તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી હાથ ધરી હતી. પાલિકા દ્વારા ગટરોની સાફસફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે, હવે ચોમાસા વધુ પાણી ન ભરાઈ રહે તે બાબતેની તકેદારી રાખવામાં આવી રહી છે.


