- BU વિનાની એક સ્કૂલ બે હોટલ સીલ કરાઇ
- 3 ગેસ્ટ હાઉસ પણ સીલ કરવામાં આવ્યા
- બ્રાઇડલાઇન ઇંગ્લીસ મીડિયા સ્કૂલ સીલ કરાઇ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જ્યાં એક તરફ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે તો જાહેર સ્થળોની સાથે સાથે હોટલ અને સ્કૂલો ખાતે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો ભરૂચમાં પણ શાળાઓમાં તપાસ કરવામાં આવી ત્યારે આજે જંબુસર નગરપાલિકા દ્વારા એક સ્કૂલને સીલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આજે જંબુસર નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરીને શહેરમાં એક સ્કૂલ અને બે હોટલ સીલ કરવામાં આવામાં આવી છે. જંબુસર નગરપાલિકાએ આજે પણ સમગ્ર શહેરમાં અનેક એકમોનું ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું જેમાં ઘણી જગ્યાએ બેદરકારી સામે આવી હતી.
જાણવા મળી રહ્યું છે કે નગરપાલિકા દ્વારા BU પરમીશન વગરની એક સ્કૂલ અને બે હોટલ સીલ કરી છે. તો સાથે સાથે 3 ગેસ્ટ હાઉસને પણ સીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બ્રાઇડલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીલ કરવામાં આવી છે.


