- પાકિસ્તાન સૈન્ય અભિયાન માટે અમેરિકા પાસે નાના હથિયારની માંગણી કરી
- આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન સૈન્યનું અજમ-એ-ઈસ્તિકમ અભિયાન
- પાકિસ્તાનની શાહબાઝ શરીફે તાજેતરમાં સૈન્ય અભિયાનને મંજૂરી આપી છે
ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાનને કોણ જાણે કેમ ક્યારથી આતંકવાદ સફાયો કરવાનું કયાથી સૂઝ્યું છે. જેથી તે આની માટે હથિયારો માટે અમેરિકા પાસે માંગણી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને આતંકવાદીઓના નેટવર્કને સમાપ્ત કરવા માટે ઓપરેશન અજમ-એ-ઈસ્તિકમ શરૂ કર્યું છે. આ માટે પાકિસ્તાનને નાના હથિયારો અને આધુનિક સંચાર સાધનોની જરૂર છે. મસૂદ ખાને અમેરિકી નીતિ નિર્માતાઓની એક બેઠકને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
પ્રચારનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે
પાકિસ્તાનના રાજદૂતે કહ્યું કે ‘આઝમ-એ-ઈસ્તિકમ’ અભિયાનમાં ત્રણ મહત્વના તબક્કાઓનો સમાવેશ થાય છે – વૈચારિક, સામાજિક અને ઓપરેશનલ. તેમણે કહ્યું કે પહેલા બે તબક્કા પર કામ શરૂ થઈ ગયું છે, ત્રીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે દેશ તહરીક-એ-તાલિબાન (TTP)આતંકવાદીઓ દ્વારા શ્રેણીબદ્ધ હુમલાઓનો સામનો કરી રહ્યો છે.
‘શસ્ત્રો પ્રાદેશિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે’
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન અને અમેરિકાએ મજબૂત સંરક્ષણ સંબંધો જાળવી રાખવા જોઈએ અને ગુપ્તચર સહયોગ વધારવો જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકાએ અદ્યતન લશ્કરી શસ્ત્રોનું વેચાણ ફરી શરૂ કરવું જોઈએ. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું કે, આ ક્ષેત્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આતંકવાદની લહેર અમેરિકા અને તેના સહયોગીઓના હિત માટે પણ ખતરો છે. તેમણે વધુમાં કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો જમીની વાસ્તવિકતા પર આધારિત હોવા જોઈએ. ખાને કહ્યું કે કેટલાક મુદ્દાઓને કારણે સંબંધો બંધ ન કરવા જોઈએ. એક-બે મુદ્દાને કારણે આખો સંબંધ બગડવો જોઈએ નહીં.


