પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ
આસીફ લુણાવાડા
અગ્ર ગુજરાત,મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામડામાંથી 24 વર્ષીય પરણીતા એ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે પતિ વારંવાર માનસિક રીતે હેરાનગતિ કરી મારપીટ કરે છે આથી મદદની જરૂર છે.
ડ્યુટી પર હાજર ટીમ ઘટના સ્થળ પર પહોંચી પરણીતા નું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે પતિ વારંવાર દારૂ નો નશો કરી માનસિક રીતે હેરાનગતિ કરે છે તથા મારપીટ કરે છે અને ઘરમાં ચીજ વસ્તુઓ તોડી નાખે છે નુકસાન પહોંચાડે છે અને છૂટી વસ્તુઓ મારા પર ફેંકે છે આથી મારા શરીરને ઇજા પહોંચે છે પરણીતાની વાત સાંભળ્યા બાદ તેમના પતિ સાથે વાતચીત કરી સમજાવેલ કે મહિલા પર આવી રીતના હાથ ઉપાડવો નહીં તથા માનસિક રીતે ટોર્ચર કરવું નહીં અને વારંવાર નશો કરીને હેરાનગતિ કરવી નહીં તથા ઘરમાં ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડવું નહીં એ બધું તમારું જ નુકસાન થાય છે અને ઘરમાં જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં મદદરૂપ થવું લાંબા ટાઈમ સમજાવ્યા બાદ પતિ એ પોતાની ભૂલ સ્વીકારી હતી તથા પરણિતાની માફી માંગી અને બાહેધરી આપી હતી કે હવે પછી હું નશો કરીને માનસિક રીતે હેરાન કરીશ નહીં થતા હાથ ઉપાડીશ નહીં અને શાંતિથી રાખીશ આથી પતિ પત્ની નું સુખદ સમાધાન થતા પરણીતાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


