- આઠ જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની સત્તાવાર મુલાકાતે જશે
- હિંદુ ધર્મ વિશ્વનો સૌથી ત્રીજો મોટો ધર્મ છે
- રશિયાની રાજધાની મૉસ્કોમાં હિંદુ મંદિર બનાવવાની માંગ ઉઠી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને રશિયાના સત્તાવાર મુલાકાતે જવાના છે. પરંતુ આ મુલાકાતને લઈ ભારત અને રશિયા બંને દેશોમાં ઉત્સાહ છે. ત્યારે રશિયામાં પ્રથમ હિંદુ મંદિર નિર્માણ થવાની માંગ તેજ થઈ છે.રશિયામાં ભારતીય સમુદાયે આઠ જુલાઈએ વડાપ્રધાન મોદીને મૉસ્કોની મુલાકાત પહેલા અહીં હિંદુ મંદિરની સ્થાપનાની માંગ કરી છે. આઠ જુલાઈએ પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે.
ભારતીય બિઝનેસ અલાયન્સ અને ઈન્ડિયન નેશનલ કલ્ચરલ સેન્ટરે આ માંગ ઉઠાવી છે. મૉસ્કોમાં રશિયાનું પ્રથમ હિંદુ મંદિરની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મંદિર ભારતીય પ્રવાસીઓ માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર હશે. મૉસ્કોમાં બનનારી આ હિંદુ મંદિર માત્ર ભારતીયોની એકતા અને આકર્ષણનું કેન્દ્ર જ નહિ પરંતુ બંને દેશ રશિયા અને ભારત બંને વચ્ચે મંજબૂત સંબંધોનું પ્રતીક પણ બનશે.
રશિયામાં હિંદુ ધર્મનો પ્રચાર
હિંદુ ધર્મ વિશ્વનો સૌથી ત્રીજો મોટો ધર્મ છે. જેનો રશિયામાં સતત વિકાસ થઈ રહ્યો છે. રશિયામાં ખ્રિસ્તીની વસ્તી છતાં હિંધુ ધર્મ સતત વધતો રહ્યો છે. જો કે મૉસ્કો અને પિટસબર્ગમાં ઈસ્કોન મંદિર પહેલાથી જ છે. પરંતુ આ પ્રકારનું મંદિર સાદી ઈમારતોમાં છે.
નેપાળ અને ભારત જેવા દક્ષિણ એશિયન દેશોમાં હિંદુ ધર્મનું સૌથી વધુ પાલન કરવામાં આવે છે. પરંતુ રશિયામાં હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર 1900ના દાયકામાં જોવા મળ્યો. બ્રિક્સ સંમેલન પહેલા હિંદુ મંદિરને લઈ કરવામાં આવેલી માંગણી વધુ મહત્ત્વની છે.
વડાપ્રધાન મોદીએ આ વર્ષના શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરતના અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદઘાટન કર્યું હતું. આ મંદિર બોચાચણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન બીએપીએસનું છે. મંદિરના ઉદઘાટન પછી પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ તેમનું સૌભાગ્ય છે કે તેઓ અયોધ્યા પછી રામમંદિર અને હવે અબુ ધાબી મંદિરનું ઉદઘાટન કરી રહ્યા છે.
તેમને જણાવ્યું કે મંદિરના સાત મિનારા યુએઈની સાત અમિરાતનું પ્રતીક છે. આ ભારતનો સ્વભાવ છે. અમે જ્યાં જઈ છે ત્યાંની સંસ્કૃતિના મૂલ્યોને સન્માન પણ આપીએ છીએ અને આત્મસાત પણ કરીએ છીએ. સૌના સન્માનની આ ભાવ શેખ મોહમ્મહના જીવનમાં સ્પષ્ટ દેખાય છે. પીએમે જણાવ્યું હતું કે અબુ ધાબીનું આ વિશાળ મંદિર માત્ર એક ઉપાસના સ્થળ જ નહિ પરંતુ માનવતાનો વારસો છે. આ ભારત અને અરબના લોકોના પરસ્પર પ્રેમનું પ્રતીક પણ છે.


