By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    1 day ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    1 day ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ

Editor
Last updated: 2026/05/27 at 3:28 PM
6 hours ago
Share
કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
SHARE

કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ

કથા વાસી નથી, કાયમી નિવાસી છે

વેદ-શાસ્ત્ર ગુરૂમુખ હોવું જોઇએ, મનમુન નહીં

આપણું પાપી મન ભેદ ઊભા કરે છે!

 

મહારાષ્ટ્રના કિલ્લારી (લાતૂર) ગામમાં જયાં તલગાજરડાના જૂના રામજી મંદિરના ઠાકુર (રામ, લક્ષ્મણ, સીતા, હનુમાજ)ની મૂર્તિઓ બિરાજે છે તે પુણ્યવંતી ધરા પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ વાલ્મીકિ આશ્રમ’ ગઇકાલે ચોથા દિવસમાં પ્રવેશી હતી. કથાનો દિવ્ય-પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે નિમ્બાર્કીય પરંપરા, વૈષ્ણવી પરંપરાના અમારા આચાર્યો બહુધા શ્ર્વેત વસ્ત્રો ધારણ કરે છે. આ સાધ્વીય પરંપરા રહી છે. એ જ રીતે અહીં મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયમાં પણ શ્વેતવસ્ત્રોની પરંપરા ચાલી આવે છે. વર્ષ પૂર્વેનું એક સ્મરણ ઝંકૃત થતાં બાપુએ ભીની આંખે વર્ણવતા કહ્યું કે હું નાના હતો. ત્યારે મારી મા સાવિત્રી માને, રાતના દસ-અગિયાર થયા હશે. માને પેટમાં અચાનક દુ:ખાવો ઉપડયો. તલગાજરડા સાવ નાનું એવું ગામ કથાકાર અને વૈદુ જાણનારા જગજીવનદાદાને જગાડયા, મેં કહ્યું દાદા, માને પેટનો દુ:ખાવો ઉપડયો છે. દાદા આવ્યા, માને તપાસી અને કહ્યું કે મહુવા હોસ્પિટલે લઇ જવા પડશે. વરસાદની મૌસમ હતી. મોડી રાતે મહુવા જવા માટે તલગાજરડાના મુખ્ય રસ્તા પર પહોંચવા માટે ત્યારે તો નાનકડા વોંકળાનો રસ્તો હતો. ઉબડ-ખાબડ રસ્તો, કાચો, કાદવ-કિચડવાળો, કાંટા-કાંકરા વાળો રસ્તો, વચ્ચે સાપ વગેરે પણ રસ્તા ઉપર નીકળે…પ્રભુદાસ બાપુએ પાડોશમાં જ રહેતા કણબી પટેલ ભવાન રાજાની ડેલી ખખડાવી. એના બળદગાડામાં સાવત્રિમાને મહુવા લઇ જવા પડશે એ જાણી અને ખેડૂતે તરત ગાડુ તૈયાર કર્યુ, ગાડામાં ઘાસના પૂળા પાથર્યા, ગોદડું પાથર્યુ, ભીખારામ કાકાના મોટાભાઇ ખીમદાસબાપુના ધર્મપત્ની જયા કાકી જેને અમે જયા બા કહેતા તે પણ અમારી સાથે આવ્યા, માને ગાડામાં સુવડાવ્યા તયારે સાવિત્રીમાં એ બાળક મોરારિને સાથે લઇ જવાનો આગ્રહ  રાખ્યો, હું પણ ગાડામાં સાથે ગયો, માનો એક પગ જયા બા દબાવતા અને એક પગ હું દાબતો, ગાડું વોંકળા-નેળમાંથી ખેતરનો શેઢો વટાવ્યો, અને મા આંગળી ચીંધીને બોલી ઉઠયાં…’બેટા, ધ્યાન સ્વામી બાપા, ધ્યાન સ્વામી બાપા’ જયાબાએ સાવિત્રી માને પૂછયું. ‘ધ્યાન સ્વામી બાપા’એ કેવા કપડાં પહેર્યા છે? માએ તરત કહ્યું, સફેદ વસ્ત્ર, જેવા ત્રિભુવન દાદા પહેરે છે એવા! એ વખતે મારી નાની ઉમર, મને એવી સમજણ કયાંથી હોય કે હું ધ્યાન સ્વામી બાપાના દર્શન કરી શકું?? પણ એ સમયે સાવિત્રી માને ધ્યાનસ્વામી બાપાના દર્શન થયેલા… આ છે શ્વેત વસ્ત્રની પરંપરાનો મહિમા…

નવા કથાકારો માટેની આચારસંહિતા  પ્રસ્તુત કરતા બાપુએ કહ્યું હતું કે આજના કથાકારોને હું વિનંતી કરૂ કે કોઇ પણ શાસ્ત્રીય વાત જ કહેવી., વેદ શાસ્ત્ર ગુરૂમુખ હોવું જોઇએ. મનસુખ નહીં! તો કોઇપણ શાસ્ત્રની વાતો, શાસ્ત્રીય રીતે જ કહેવી એ પણ સાધ્વીય રીતે જ કરવી. મને કોઇએ પૂછેલું કે બાપુ તમે કથાકારોની સાથે જે જે કલાકારો હોય છે એની કોઇ આચારસંહિતા હોય છે? જવાબ: હોય જ જો કે હું કયારેય કોઇ દિવસ આ કલા સાધકોને કહેતો નથી કે તમારે આવા કપડાં જ પહેરવા જોઇએ. કપાળે તિલક કે બીંદી કરવી જોઇએ. પણ દરેકે આટલી આચારસંહિતા રાખવી જોઇએ. શરીરથી સ્વસ્થ અને સ્વચ્છ હોવો જોઇએ. બીજુ વસ્ત્ર પણ સ્વચ્છ હોવા જોઇએ. વૃત્તિ પણ સ્વચ્છ-શુધ્ધ હોવી જોઇએ. પરસ્પર વિનય હોય, વર્ગભેદ કે વર્ણભેદ ન હોવો જોઇએ.

આજની મોર્ડન શિક્ષણ પધ્ધતિ સંદર્ભે બાપુએ હળવી ટકોર કરતાં કહ્યું હતું કે એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછયું કે જહાંગીર અને શાહજહાં માં શું અંતર છે? એક વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો, જહાંગીર માં જેહાં, આગળ છે અને શાહજહાંમાં જહાં પાછળ છે!! કથા વાસી નથી કાયમી નિવાસી છે. કથા સાંભળવી પડશે. બધું જ છોડો પણ કથા ન છોડો. અને કથા પંડાલ સુધી જ સિમિત ન હોવી જોઇએ. ઘર-ઘર સુધી એને ઘર સુધી લઇ જવી. એક વાર્તા કહું…એક શેઠા હતા. એ પચીસ-ત્રીસ વર્ષથી રોજ સાંજે મંદિરમાં સત્સંગ થતો એમાં જતાં. રોજનો ક્રમ નિયમિત રીતે સાંજે પાંચ થી સાડા છ સ્વાધ્યાય ચાલતો હતો. સ્વામી આવે એ પહેલા શેઠ પહોંચી જતા. આમ ત્રીસ વર્ષથી અચૂક સત્સંગ-સ્વાધ્યાયમાં જતા. હવે એક દિવસ એવું થયું કે શેઠને કોઇ અનિવાર્ય કામ સબબ બહાર ગામ જવાનું થયું. ત્યારે શેઠે એના દીકરાને કહ્યું કે બેટા આજે તું સત્સંગમાં જજે. દીકરો સત્સંગમાં જાય છે એને ખૂબ ભાવથી સ્વામીની વાતો સાંભળે છે. એમાં સ્વામીએ ગાયો વિશે વાત કરી કે ગાયો ની સેવા કરવી, ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. વગેરે…વગેરે… શેઠના દીકરાને સત્સંગની અસર થઇ. સવારે દુકાને જાય છે. દુકાન ખોલે છે ત્યાં જ સામે બે-ત્રણ ગાયો આવી આને તરત સત્સંગમાં ગાયોની સેવાની વાત આવી. ને દુકાનમાં બાજરો, ઘંઉ અને ચોખા હતાં. એ ગાયોને ખવડાવવા લાગ્યો. ત્યાં જ શેઠ આવ્યા. શેઠે જોયું દીકરાને કીધું કે આ શું કરે છે? દિકરો કહે-કાલે સત્સંગમાં સ્વામીજીએ ગાયોની સેવા કરવી અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા છે એની વાત કરી એટલે મેં ગાયો આવતા આ સેવા કરવા લાગ્યો. શેઠે કહ્યું-સત્સંગની વાતો મંદિર સુધી જ રખાય, દુકાને ન લઇ અવાય!! આમ કથા મંડપ સુધી જ ન રહેવી જોઇએ, તમારા ઘર સુધી પહોંચવી જોઇએ.

 

કથારત્નો

(૧) તલગાજરડી તોતો કહે છે : બધું જ છોડી દો પણ કથા ન છોડશો.

(૨) આશાભર્યા ને અમે આવીયાને મારે વ્હાલે રમાડયા રાસ રે, આવેલ આશાભર્યા

(3) કથાકારોએ શાસ્ત્રીય વાત પણ સાધ્વીય રીતે કહેવી જોઇએ.

(૪) કવિતાવલી માં તુલસીદાસજીએ પોતાને મહામુતી (વાલ્મિકી) કહ્યાં છે

(૫) હંમેશા વૈષ્ણવી ભોજન જ કરવું જોઇએ. આંગણામાં તુલસીનો કયારો હોય અને ફ્રીજમાં ઇંડા! એવું ન હોવું જોઇએ.

You Might Also Like

આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ

માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ
ગીર સોમનાથ

વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ

Editor By Editor 4 days ago
ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત
મધ્ય પૂર્વનું સંકટ હવે સીધું ખિસ્સા પર પ્રહાર કરશે
જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક, છ આરોપીઓની કરાઈ ધરપકડ
કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?