વડાપ્રધાન તરીકે મોદીનું ૪૩૯૯ દિવસનું અવિરત નેતૃત્વ મળતા વીર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલી
ધારાસભ્ય ઉદય કાનગડ, મહામંત્રી વલ્લભ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડ, અશ્વિન મોલીયા સહિત હોદેદારો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાતભરમાં પ્રદેશ ભાજપની યોજનાનુસાર વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે તે અંતર્ગત રાજકોટ વિધાનસભા-૬૮, વોર્ડ ન.૪ માં પારેવડી ચોક ખાતે ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અશ્વિન મોલીયા, મ્યુનિસિપલ કમિશ્નર સુમેરા, ડે.કમિશ્નર હર્ષદભાઈ પટેલ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની ઉપસ્થિતિમાં વિર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી રાષ્ટ્રસેવા, ત્યાગ અને દેશભકિતના તેમના આદર્શોને સ્મરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રતિમાનું અને આસપાસના વિસ્તારમાં સધન સ્વચ્છતા અભિયાનન હાથ ધરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોને સ્વયં સફાઈ કામગીરીમાં જોડાઈ ‘સ્વચ્છતા એ સેવા’ સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ ઉપપ્રમુખ સોમાભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, શહેર ભાજપ મંત્રી ગેલાભાઈ રબારી, પૂર્વ ઉપપ્રમુખ પરીમલભાઈ પરડવા,વોર્ડપ્રભારી જે.ડી.ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડૈયા, પરેશ લીબાશીયા, વોર્ડ મહામંત્રીઓ જીલાભાઈ સુસરા, દિનેશભાઈ ડાંગર, હરેશ ધંધુકિયા, મનુભાઈ પ્રજાપતી, વોર્ડના કોર્પોરેટરો અલ્પાબેન દવે, હિનાબેન બેલાણી, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવિયા, સ્મિતાબેન ગોહિલ, ધર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન ગોરવાડીયા, દિલીપ લુણાગરીયા, ભરતભાઈ લીબાશીયા, સંજય ચાવડા, અજય મજેઠીયા, વિવિધ મોરચાના હોદેદારો લીનાબેન રાવલ, બાબુભાઈ માટીયા, અનિલસિહ પરમાર, સંજય બગડા તેમજ મયુર ભમ્મર, પ્રવીણભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ ઢાકેચા, જનક કુગશીયા, રણજીતસિહ જાડેજા, અજય લોખીલ, અમીત બરાસરા, ઘનશ્યામભાઈ વાંક, હેમુભાઈ પરમાર, સતીષ સતાપરા, મુકેશ કાકડિયા, બિપીનભાઈ ગોહિલ, શૈલેષ પરમાર, પ્રફુલ માંડલીક, કાંતીભાઈ બગડા, ગોપાલભાઈ ખરગીયા, મિલન લુણાગરીયા, બાબુભાઈ શેલડીયા, દિપાબેન ઠકરાર, ડેનીશ આણદાણી, રમેશભાઈ અકબરી, જીલુભાઈ રાઠોડ, કલ્પનાબેન કિયાડા, મહેન્દ્રભાઈ અઘેરા, નિરવ મોલીયા, હર્ષદ વઘેરા, દલસુખ જાગાણી, પીન્ટુભાઈ રાઠોડ, સુખદેવભાઈ ડોડીયા, પરાગ મહેતા, અરવીંદભાઈ નસીત, મનસુખભાઈ રૈયાણી, વિરમભાઈ રબારી, જેવીન ભાખર, ગૌતમ મોરવાડીયા, કિશન ઉધરેજીયા, હિરેન રાવલ, એન.જી.પરમાર, સામંતભાઈ કળોતરા, નજમાબેન પઠાણ, હરેશ ટુંડીયા, મંજુબેન કુંગશીયા, પ્રવીણ ચૌહાણ, નાગજી રાદડીયા, ઘનશ્યામ રાજપુત, રમેશભાઈ સોરઠીયા, પિયુષ લાવડીયા, જીજ્ઞાબેન રામાણી, જયદીપ કાકડીયા, રાજેશ લીલા, ગજુભા જાડેજા, ચંદ્રેશભાઈ પરસાણા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે બહોળી સંખ્યામાં વિવિધ શ્રેણીનના કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા અને કેન્દ્ર સરકારના ૧૨ વર્ષનના સેવા,સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકાસના કાર્યોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત, સ્વચ્છ ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ અવસરે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત ૪૩૯૯ દિવસનો ભવ્ય અને ઐતિહાસિક કાર્યકાળ પૂરો કરવાની સિધ્ધી બદલ વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


