હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
તિરૂનેલવેલી-જામનગર, હાપા-મડગાંવ અને દુરંતો એક્સપ્રેસ ટ્રેનો તા.૬ ઓગષ્ટ સુધી પ્રભાવિત
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનના હેતુથી હાપા રેલવે સ્ટેશન પર 05 ઓગસ્ટ, 2026ના રોજ 16:00 કલાકે થી 07 ઓગસ્ટ, 2026ના રોજ 08:00 કલાક સુધી નોન-ઇન્ટરલોકિંગ કામગીરી કરવામાં આવશે. જેના પરિણામે કેટલીક ટ્રેનો ને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યુ હતું કે કામગીરીના કારણે રેલગાડીઓના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે. જેમાં ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી 03 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 05 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ–જામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
ટ્રેન નંબર 22908 હાપા–મડગાંવ એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન 05 ઓગસ્ટ, 2026ના રોજ નિર્ધારિત છે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ (Primary Maintenance) બાદ રાત્રે 23:00 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપા–રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
ટ્રેન નંબર 19577 તિરુનેલવેલી–જામનગર એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન તિરુનેલવેલીથી 04 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 06 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ–જામનગર સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે. ટ્રેન નંબર 19578 જામનગર–તિરુનેલવેલી એક્સપ્રેસ, જે 06 ઓગસ્ટ, 2026ના રોજ જામનગરથી પ્રસ્થાન કરશે, તે રાજકોટ કોચિંગ ડિપો ખાતે પ્રાથમિક મેન્ટેનન્સ (Primary Maintenance) બાદ રાત્રે 23:00 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન જામનગર–રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે. ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસ, જેનું પ્રસ્થાન 05 ઓગસ્ટ, 2026ના રોજ થશે, તે 06 ઓગસ્ટ, 2026ના રોજ રાજકોટ સ્ટેશન પર અંશતઃ સમાપ્ત થશે. પરિણામે આ ટ્રેન રાજકોટ–હાપા સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, જે 06 ઓગસ્ટ, 2026ના રોજ હાપાથી પ્રસ્થાન કરશે, તે રાત્રે 21:20 કલાકે રાજકોટ સ્ટેશનથી અંશતઃ પ્રારંભ થશે. પરિણામે આ ટ્રેન હાપા–રાજકોટ સેક્શન વચ્ચે આંશિક રદ રહેશે.
રેલવે વહીવટીતંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે યાત્રા શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની અધતન સ્થિતિ રેલવેની અધિકૃત વેબસાઇટ, NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ), RailOne એપ અથવા રેલવે હેલ્પલાઇન નંબર 139 દ્વારા ચોક્કસ મેળવી લે. રેલવે વહીવટીતંત્ર મુસાફરો પાસે સહયોગની અપેક્ષા રાખે છે તથા પડેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.


