- બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈ છેલ્લા ઘણા દિવસોથી હિંસક વિરોધ પ્રદર્શન
- ગત રોજ ટોળાએ બાંગ્લાદેશની સરકારી ટીવી ચેનલનમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી
- વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં કર્ફ્યૂની જાહેરાત કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદની સ્થિતિને જોતા વડાપ્રધાન શેખ હસીનાએ રાષ્ટ્રવ્યાપી કર્ફયૂની જાહેરાત કરી છે. જેથી સરકારી નોકરીઓમાં અનામત પ્રથામાં સુધારાની માંગને લઈ ઘણા દિવસોથી ચાલતા વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈન્યદળોની તૈનાતીની આદેશ આપી દીધા છે. ગત રોજ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મોત થયા હતા.
ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દરમિયાન, શુક્રવારે પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયર ગૅસના શેલ છોડ્યા. હિંસક વિરોધ વચ્ચે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રાજધાની ઢાકા અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવો થોડા અઠવાડિયા પહેલા શરૂ થયા હતા, પરંતુ તેણે સોમવારથી વેગ પકડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માટે સૌથી મોટો પડકાર છે. અહેવાલો અનુસાર, આ વિરોધને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત
વિરોધીઓ પર ગોળીબારની ઘટના ત્યારે બની જ્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશમાં “સંપૂર્ણ બંધ” બોલાવવાનો પ્રયાસ કર્યો. મૃત્યુઆંકની પુષ્ટિ કરવા માટે અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. આ અરાજકતાએ બાંગ્લાદેશના શાસન અને અર્થતંત્રમાં તિરાડો અને સારી નોકરીઓના અભાવનો સામનો કરી રહેલા યુવા સ્નાતકોની હતાશાને ઉજાગર કરી છે. કેમ્પસ બંધ કરવા અને વિરોધ પ્રદર્શનને રોકવા માટે સરકારે રાજધાનીમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે.
અનેક સેવાઓ ખોરવાઈ
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તમામ મેળાવડા અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રીથી જ રાજધાની ઢાકામાં ઈન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ ડેટા વ્યાપકપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ કામ કરી રહ્યા ન હતા. ઈન્ટરનેટ આઉટેજ હતું જેણે વિશ્વભરની ફ્લાઇટ્સ, બેંકો, મીડિયા આઉટલેટ્સ અને કંપનીઓને વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ બાંગ્લાદેશમાં વિક્ષેપ અન્યત્ર કરતાં ઘણો વધુ હતો.
શું છે આંદોલનકારીઓની માંગ
ઉલ્લેખનીય છે કે, વર્ષ-1971માં પાકિસ્તાન સામેની આઝાદીની લડાઈમાં લડનારા નાયકોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની કેટલીક નોકરીઓ અનામત રાખવાની વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શનકારીઓ ઘણા દિવસોથી રેલીઓ કરી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે અને વડા પ્રધાન શેખ હસીનાના સમર્થકોને લાભ આપે છે, જેમની અવામી લીગ પાર્ટીએ મુક્તિ ચળવળનું નેતૃત્વ કર્યું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે તેને મેરિટ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવે. અનામત પર શા માટે બબાલ થઈ ? બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં કુલ 56 ટકા અનામતની વ્યવસ્થા છે. આમાં 30 ટકા અનામત વર્ષ-1971 યુદ્ધમાં બાંગ્લાદેશની આઝાદી માટે લડેલા સ્વાતંત્ર્ય સેનાઓના બાળકો અને પરિવાર માટે 10 ટકા, વહીવટી જિલ્લા માટે 10 ટકા, મહિલાઓ માટે 5 ટકા, લઘુમતીઓ માટે પાંચ આ ઉપરાંત દિવ્યાંગજનો માટે એક ટકા સરકારી નોકરીમાં
અનામતની પ્રથા અમલમાં છે.
વડાપ્રધાન શેખ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાને વખોડી બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાએ ગુરુવારે રાત્રે વિરોધીઓની “હત્યા”ની ટીકા કરી અને પ્રતિજ્ઞા લીધી કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે.
ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
બાંગ્લાદેશની સ્થિતિને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને ભારતીય લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સાવધાની વર્તવાનું કહેવાયું છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પોતાના રૂમમાંથી બહાર નહીં જવાની સલાહ આપી છે. ઉપરાંત કહેવાયું છે કે ભારતીય હાઈ કમિશનરના સંપર્કમાં રહે. વળી ઈમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.


