- લેન્સના મટિરિયલના કારણે પણ એલર્જી થઈ શકે છે
- આંખમાં લાલાશ, ખંજવાળ અને બળતરાની સમસ્યા વધશે
- લેન્સના ઉપયોગને લઈને પણ સાવધની રાખવી ખાસ જરૂરી
હાલમાં જ બિગ બોસ 14ની ટીવી એક્ટ્રેસ જસ્મિન ભસીનનો એક ફોટો વાયરલ થયો હતો. તેમાં તેને આંખમાં લેન્સ લગાવતા જ દર્દ થયું અને કારણમાં જાણવા મળ્યું કે આંખનો કોર્નિયા ડેમેજ થયો છે. જે 2-3 દિવસમાં સારો થશે. તો હવે પ્રશ્ન એ છે કે આંખને સ્ટાઈલિશ દેખાડનારા કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કેટલો યોગ્ય છે અને તેના ઉપયોગમાં શું સાવધાની રાખવાથી આંખને ડેમેજ થવાથી બચાવી શકાય છે.
લેન્સ લગાવવાથી આંખને રહે છે ખતરો
જ્યારે તમે લેન્સનો ઉપયોગ કરો છો તો કેટલીક સાવધાની રાખી લેવી જરૂરી બને છે. લેન્સને સાફ સફાઈ સાથે ન રખાય કે ખોટી રીતે પહેરવામાં આવે તો તે આંખમાં સંક્રમણ વધારે છે. તેનાથી બેક્ટેરિયા, વાયરસ અને ફંગસના કારણે આંખમાં સોજા, બળતરા, લાલશ, ખંજવાળ અને દર્દની સ્થિતિ બને છે. લેન્સ પહેરવાથી આંખ સૂકાય છે અને બળતરા થાય છે. આવું થવાનું કારણ લેન્સ આંખનો પ્રાકૃતિક ભેજ શોષી લે છે. કેટલાક લોકોને લેન્સના મટિરિયલના કારણે પણ એલર્જી થઈ શકે છે. તેનાથી આંખમાં લાલાશ આવવી, ખંજવાળ આવવી અને બળતરાની સમસ્યા રહે છે. આ ગંભીર સ્થિતિ છે તેમાં કોર્નિયા ડેમેજ થાય છે. આ સંક્રમણના કારણે શક્ય બને છે.
જાણો કોન્ટેક્ટ લેન્સ પહેરતી સમયે શું રાખશો ધ્યાન
ડોક્ટરનો અભિપ્રાય લો
લેન્સ પહેરતા પહેલા કોઈ આંખના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તેઓ તમારી આંખની તપાસ કરશે અને તમને જણાવશે કે તમારા માટે કયો લેન્સ સૌથી સારો છે. આ પછી તમે લેન્સ બનાવડાવશો તો આંખને ઓછું નુકસાન થશે.
યોગ્ય રીત અપનાવો
લેન્સ પહેરવાથી લઈને તેને કાઢવા સુધીની રીત યોગ્ય રીતે ફોલો કરવી જરૂરી છે. દરેક વખતે લેન્સ પહેરતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો જેથી ઈન્ફેક્શનનો ખતરો ઘટે.
લેન્સને સાફ રાખો
લેન્સને રોજ સાફ રાખો અને સાથે તેને યોગ્ય રીતે તેના કેસમાં રાખો. લેન્સને સાફ રાખવા માટે તેના સોલ્યુશનનો ઉપયોગ કરો જે ડોક્ટરે તમને જણાવ્યું હોય.
સૂતી સમયે લેન્સ ન પહેરો
રાતે સૂતી સમયે લેન્સ પહેરવાનું ટાળો. આમ કરવાથી આંખમાં સંક્રમણનો ખતરો ઘટશે અને તમારી મુશ્કેલીઓ પણ ઓછી થશે.
સમયનું રાખો ધ્યાન
લેન્સને કેટલા સમય સુધી પહેરવા તેને લઈને પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. લેન્સને વધારે સમય સુધી પહેરવાથી આંખને નુકસાન થઈ શકે છે.
અનફમ્ફર્ટ ફીલ થાય તો તેને કાઢી લો
જ્યારે તમે લેન્સ પહેરો છો અને તમે તેની સાથે તમારી આંખના વિઝનને યોગ્ય રીતે સેટ કરી શકતા નથી તો તમે તેને તરત જ કાઢી લો તે જરૂરી છે. આ સિવાય તેને પહેરતા જ તમને ખંજવાળ આવે કે આંખમાં દર્દ થાય તો તમે તેને કાઢીને યોગ્ય રીતે મૂકો. આ પછી ડોક્ટરની સલાહ લો.
Disclaimer: આ લેખ વાચકોની વધારે જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માનવું નહીં.