અમેરિકામાં અવારનવાર ગોળીબાર ના હુમલા થતાં રહેતા હોય છે. તેવાંમાં નવા વર્ષે ફરીવાર એક હુમલો થયો છે, ન્યુયોર્કના નાઇટ ક્લબમાં માસ શૂટિંગ થયું છે જેમા 11 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
અમેરિકામાં 24 કલાકમાં ત્રીજી મોટી ઘટના
આ ઘટના ન્યુયોર્કના ક્વીન્સ શહેરના એમેઝુરા નાઇટ ક્લબ માં બની છે. ન્યુ ઓર્લિન્સમાં એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે લોકોને અડફેટે લીધા હતા. જેમા 15 લોકો ઘાયલ થાય હતા. આ ટ્રક અકસ્માતના કેટલાક કલાક બાદ લાસ વેગસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. હજુ આ ઘટનાના કેટલાક કલાકો માંડ વિત્યા હશે ને 24 કલાકમાં જ આ હુમલો સામે આવ્યો છે.
ઘાયલો સારવાર હેઠળ
ન્યુયોર્ક સત્તાવાળાઓએ પુષ્ટિ કરી કે ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, જેમાં લોંગ આઈલેન્ડ જ્યુઈશ હોસ્પિટલ અને કોહેન્સ ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરનો સમાવેશ થાય છે. જો કે NYPD મુજબ પીડિતોમાંથી કોઈની પણ હાલત ગંભીર નથી અને બધા સ્વસ્થ થવાની અપેક્ષા છે.
ન્યુયોર્ક પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટના પછી ન્યુયોર્ક પોલીસની ઘણી ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયો માં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. હાલ ન્યુયોર્ક પોલીસ દ્વારા આ હુમલા સંદર્ભે કોઈ જાણકારી આપી નથી. નોંધનીય છે કે આ નાઇટ ક્લબને શહેરનું સૌથી વધુ એનર્જિ નાઇટ સ્પોટ માનવામાં આવે છે. એમેઝુરા, ડીજે અને લાઇવ ઇવેન્ટ્સ હોસ્ટ કરવા માટે જાણીતું એક લોકપ્રિય સ્થળ 4,000 જેટલા લોકોને સમાવી શકે છે.


