ઓસ્ટ્રેલિયાનો યુવા ઓપનર સેમ કોન્સ્ટાસ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમીને ચર્ચામાં છે. મેલબોર્નમાં ડેબ્યૂ કરીને તેણે 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તેના પ્રદર્શન સિવાય તે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ સાથેના તેના ઝઘડાને કારણે વધુ સમાચારમાં હતો. આ ઓસ્ટ્રેલિયન ઓપનરે હવે એક મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેણે કહ્યું કે તે સિડની ટેસ્ટના પહેલા દિવસે જાણીજોઈને સમય બરબાદ કરી રહ્યો હતો.
આ ઘટના સિડની ટેસ્ટના પહેલા દિવસના છેલ્લા સેશનમાં બની હતી. ભારતીય ટીમ આ સમયે ઓવર ઝડપથી પુરી કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ઉસ્માન ખ્વાજાએ બે વખત બેટિંગનું વલણ બદલ્યું, જેનાથી બોલર જસપ્રિત બુમરાહ નિરાશ થયો. પછીથી સમય બરબાદ કરવા માટે સૈમ કોસ્ટાસ નોન સ્ટ્રાઈકર એન્ડ પર બુમરાહ સાથે ટકરાઇ ગયો.
બુમરાહ વર્લ્ડ ક્લાસ ખેલાડી-કોન્સ્ટાસ
‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ સાથે વાત કરતા સેમ કોન્સ્ટાસે કહ્યું કે મને રમતમાં સામેલ થવું અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો ગમે છે. મને લાગે છે કે તે કદાચ મારા માટે એક સારો પાઠ છે. હું ત્યાં થોડો સમય બગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તેને બીજી ઓવર ન મળે. પરંતુ અંતે તેઓ જીતી ગયા. સ્વાભાવિક રીતે જ તે વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને તેણે સિરીઝમાં 32 વિકેટ લીધી હતી. જો આ ફરી બન્યું હોત તો કદાચ મેં કશું કહ્યું ન હોત.
કદાચ મારી જ ભૂલ હતી…
સિડની ટેસ્ટમાં બુમરાહ રન અપથી આગળ વધવાનો હતો ત્યારે ઉસ્માન ખ્વાજાએ તેને રોક્યો હતો. બુમરાહે ફરી પાછા વળવું પડ્યું પરંતુ પછી કોન્સ્ટાસે તેને કંઈક કહેવાનું શરૂ કર્યું. બુમરાહ પણ આગળ વધ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. અને બોલિંગ માર્ક પર પાછા જવું પડ્યું. અમ્પાયરે બંનેને અલગ કર્યા. બીજા જ બોલ પર બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો. બહાર નીકળતાની સાથે જ તેણે ખ્વાજાને જોઈને નહીં પણ કોન્ટાસને જોઈને વિકેટને લઇને ખુશી વ્યક્ત કરી હતી.આ મામલે કોન્ટાસ હવે સ્વીકારે છે કે આ સમગ્ર મામલે તેની ભૂલ હતી. તેણે જણાવ્યુ કે ઓહ, હું વધારે પરેશાન ન થયો. દુર્ભાગ્યપૂર્ણ કે ઉસ્માન આઉટ થઇ ગયો. તે થોડો સમય કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કદાચ મારી ભૂલ હતી. પણ આવુ તો થાય છે. આ ક્રિકેટ છે. તેનો શ્રેય બુમરાહને જાય છે. તેણે વિકેટ લીધી. ટીમ સ્પષ્ટ રીતે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું.
કોન્સ્ટાસને વિરાટ વિરાટ ગમે છે
યુવા ઓસ્ટ્રેલિયન ખેલાડી તેની ડેબ્યૂ ટેસ્ટમાં વિરાટ કોહલી સાથે ટકરાયા હતા. ઓવર પછી સાઇડ બદલતી વખતે કોહલીએ કોન્સ્ટાસને ખભો અથડાવ્યો હતો. આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન મીડિયામાં ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, કોન્સ્ટાસે દાવો કર્યો હતો કે તે કોહલીને પોતાનો આદર્શ માને છે. તેણે કહ્યું કે વિરાટ સાથે તેની ખૂબ જ સારી વાતચીત થઈ અને તે તેને પોતાનો આદર્શ માને છે. કોન્સ્ટાસે કહ્યું, ‘તેણે પોતાની બેટિંગ શૈલી અને રમવાની રીતથી ક્રિકેટને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તે ત્રણેય ફોર્મેટમાં લાંબા સમયથી સારું રમી રહ્યો છે.


