ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 સિરિઝ રમવાની છે. આ સિરિઝની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડ સામેની સિરિઝ માટે ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે. બીસીસીઆઈ એક નવી ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે બધાની નજર તિલક વર્મા અને ધ્રુવ જુરેલ પર છે. તે જ સમયે, નીતિશ રેડ્ડી પણ આ સિરિઝમાં ધમાલ મચાવશે. ત્યારે તમે જાણો કે તમે આ સિરિઝની મેચો ક્યાં લાઈવ જોઈ શકો છો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
આ સિરિઝના લાઈવ પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. આવી સ્થિતિમાં, તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકો છો. આ ઉપરાંત, તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચ જોઈ શકો છો. આ મેચ ડીડી ફ્રી ડિશ પર પણ લાઈવ પ્રસારિત કરવામાં આવશે. તમે આ મેચ Jio TV પર પણ જોઈ શકો છો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 7 વાગ્યે શરૂ થશે. તેનો ટોસ અડધો કલાક વહેલો એટલે કે સાંજે 6.30 વાગ્યે થશે.
ભારત અને ઈંગ્લેન્ડ T20 સિરિઝનું ટાઈમટેબલ
22 જાન્યુઆરી – પહેલી T20, કોલકાતા (સાંજે 7 વાગ્યે ભારતીય સમય મુજબ)
25 જાન્યુઆરી – બીજી T20, ચેન્નાઈ (સાંજે 7 વાગ્યે ભારતીય સમય મુજબ)
28 જાન્યુઆરી – ત્રીજી T20, રાજકોટ (સાંજે 7 વાગ્યે ભારતીય સમય મુજબ)
31 જાન્યુઆરી – ચોથી T20, પુણે (સાંજે 7 વાગ્યે ભારતીય સમય મુજબ)
2 ફેબ્રુઆરી – પાંચમી T20, મુંબઈ (સાંજે 7 વાગ્યે ભારતીય સમય મુજબ)
ઈંગ્લેન્ડ સામે ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી , વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
ભારત સામેની ઈંગ્લેન્ડની T20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ , માર્ક વુડ.


