By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Tennis: સ્વિયાતેક-સિનર અને કોકો ગોફનો વિજયી પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Tennis: સ્વિયાતેક-સિનર અને કોકો ગોફનો વિજયી પ્રારંભ

Last updated: 2025/01/14 at 1:40 AM
1 year ago
Share
Tennis: સ્વિયાતેક-સિનર અને કોકો ગોફનો વિજયી પ્રારંભ
SHARE

વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પ્રથમ દિવસે વરસાદના કારણે કેટલાક મુકાબલા રદ કરવામાં આવ્યા હતા પરંતુ સોમવારે મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ ટેનિસ કોર્ટ ઉપર ઉતર્યા હતા.

પોલેન્ડની ઇગા સ્વિયાતેક, અમેરિકાની કોકો ગોફ તથા ફ્રાન્સના યાનિક સિનર સહિત ક્રમાંકિત ખેલાડીઓએ અપેક્ષા મુજબ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સોમવારે કેટલાક ભૂતપૂર્વ ચેમ્પિયન ખેલાડીઓનો અભિયાનનો પ્રથમ રાઉન્ડમાં જ અંત આવી ગયો હતો. અમેરિકાની ત્રીજી ક્રમાંકિત કોકો ગોફે પોતાના જ દેશની સોફિયા કેનિનને સીધા સેટમાં 6-3, 6-3થી હરાવી હતી. ગોફે નવેમ્બરમાં ડબ્લ્યૂટીએ ફાઇનલ્સ ટ્રોફી જીતી હતી. 16મી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોનું અભિયાન પ્રથમ રાઉન્ડમાં જ પૂરું થયું હતું. તેને અનસિડેડ બેનકિચે 6-3, 7-6થી હરાવી હતી. સાતમી ક્રમાંકિત જેસિકા પેગુલાએ જોઇન્ટને 6-3, 6-0થી હરાવી હતી.

મેન્સ સિંગલ્સમાં અમેરિકાના એલેક્સ મિચેલસેને 2023ના ઓસ્ટ્રેલિયન ઓપન રનર્સ-અપ 26 વર્ષના સ્ટેફાનોસ સિત્સિપાસને પ્રથમ રાઉન્ડમાં 7-5, 6-2, 2-6, 6 -4થી હરાવીને બીજા દિવસનો મેજર અપસેટ સર્જ્યો હતો. મિચેલસને કારકિર્દીમાં આ બિગેસ્ટ વિજય પણ હાંસલ કર્યો હતો. 42મું વર્લ્ડ રેન્કિંગ ધરાવતો મિચેલસન ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડેબ્યૂ કર્યા બાદ ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યો હતો પરંતુ ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયો હતો. 17મા ક્રમાંકિત ફ્રાન્સિસ્કો ટિયાફોઇએ રિંડરનેકને 7-6, 6-3, 4-6,6-7, 6-3થી, ટોચના ક્રમાંકિત જાનિક સિનરે એન જેરીને સીધા સેટમાં 7-6, 7-6, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

કિર્સિગોસના અભિયાનનો અંત, કોચિંગ સ્ટાફ ઉપર ગુસ્સે ભરાયો

ઓસ્ટ્રેલિયાના સ્થાનિક ખેલાડી નિક કિર્ગિયોસ મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. લગભગ 18 મહિનાના લાંબા સમય બાદ કોર્ટ ઉપર પરત ફરેલા કિર્ગિયોસે હાર્યા બાદ પોતાના કોચિંગ સ્ટાફ ઉપર ગુસ્સો ઉતાર્યો હતો. જોન ચેઇન એરિના ખાતે રમાયેલી આ મેચમાં બ્રિટનના જેકોબ ફેર્નલીએ 2022ના વિમ્બલ્ડન ફાઇનાલિસ્ટ કિર્ગિયોસને 7-6 (7-3), 6-3, 7-6 (7-2)થી પરાજય આપ્યો હતો. આ મુકાબલો બે કલાક 19 મિનિટ સુધી રમાયો હતો. બ્રિટિશ ખેલાડી જેકોબે ગયા વર્ષે ચાર ચેલેન્જર લેવલની ટૂર્નામેન્ટ જીતી હતી અને તેણે એટીપી ટૂર લેવલે આ માત્ર ત્રીજો વિજય મેળવ્યો છે. મેન્સ સિંગલ્સમાં યાશિહિતો નિશિઓકાએ અઝીઝ ડોયુગેઝને ચાર સેટની મેચમાં 3-6, 6-4, 7-6 (7-3), 6-3થી, થાનાસી કોકિનાકિસે રોમન શાફુઉલિન સામે પ્રથમ સેટ હાર્યા બાદ 3-6, 6-3, 6-3, 7-6 (7-5)થી વિજય મેળવ્યો હતો.

નોવાક જોકોવિચે ગ્રાન્ડસ્લેમના ઈતિહાસમાં 378મો વિજય મેળવ્યો

મેન્સ સિંગલ્સમાં વિક્રમી 25મું મેજર ટાઇટલ જીતવાના પ્રયાસમાં રહેલા સર્બિયાના નોવાક જોકોવિચે ભારતીય મૂળના અમેરિકન ખેલાડી બાસાવારેડ્ડીને 4-6, 6-3, 6-4, 6-2થી હરાવીને કારકિર્દીમાં 378મો ગ્રાન્ડસ્લેમ વિજય હાંસલ કર્યો હતો.જોકોવિચ સતત 18મા વર્ષે મેલબોર્ન પાર્ક ખાતેના આ ગ્રાન્ડસ્લેમના બીજા રાઉન્ડમાં પણ પ્રવેશ્યો છે. ફ્રાન્સિસ્કો પાસારોએ ગ્રિગોર ડિમિટ્રોવે વોકઓવર આપતા 7-5, 2-1ના સ્કોર સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

અમેરિકાના ટોમી પોલે ક્રિસ્ટોફર ઓકોનોલને પાંચ સેટ સુધી રમાયેલા પ્રથમ રાઉન્ડના મુકાબલામાં 6-2, 3-6, 6-1, 6-7 (5-7), 7-5થી અને અલ્કારાઝે એલેકઝાન્ડર શેવચેન્કોને 6-1, 7-5, 6-1થી હરાવ્યો હતો.

ઈગા સ્વિયાતેક સતત 20મા ગ્રાન્ડસ્લેમના બીજા રાઉન્ડમાં

સિંગલ્સમાં પાંચ મેજર ટ્રોફી જીતી ચૂકેલી પોલેન્ડની ઇગા સ્વિયાતેકે સિનિયાકોવાને કોઇ પણ મુશ્કેલી વિના સતત સેટમાં 6-3, 6-3થી હરાવવાની સાથે 2020થી રમેલા તમામ 20 ગ્રાન્ડસ્લેમમાં સતત બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 28મી ક્રમાંકિત ઇલેના સ્વિટોલિનાએ સોરેયૂ ક્રિસ્ટીને 6-4, 6-4થી હરાવી હતી. વિક્ટોરિયા અઝારેન્કો અપસેટનો શિકાર બની હતી. તેને બિનક્રમાંકિત ઇટાલીની બ્રોન્જેટ્ટીએ 6-2, 7-6થી પરાજય આપ્યો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રાજકોટ

દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે

Editor By Editor 3 days ago
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?