ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહની સગાઈના સમાચાર છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી છે. રિંકુ સિંહની મંગેતર વિશે જો વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. પ્રિયા સાંસદ સમાજવાદી પાર્ટી તરફથી લોકસભા ચૂંટણી જીતી છે
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. આ ડાબોડી બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. રિંકુ સિંહની મંગેતર વિશે જો વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેઓ મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ પણ રહી ચૂકયા છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ભાજપના દિગ્ગજ નેતાને હરાવીને સાંસદ બન્યા
પ્રિયા સરોજે ભાજપના વરિષ્ઠ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલીશહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. આ પછી, તેમની પુત્રી પ્રિયા સરોજે મછલીશહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંના એક છે
રીકુ સિંહ એક અદ્ભુત ક્રિકેટર છે.
રિંકુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ ડાબોડી બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન ખૂબ જ અદ્ભુત રહ્યું છે. રિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચોમાં 46થી વધુની સરેરાશથી 507 રન બનાવ્યા, તેનો સ્ટ્રાઇક રેટ પણ 160 થી વધુ છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 ODI મેચ પણ રમી છે. આ ઉપરાંત, રિંકુ સિંહ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2025 માટે જાળવી રાખ્યો છે, અને આ સિઝનમાં તેને 13 કરોડ રૂપિયા મળશે. રિંકુ અને પ્રિયાની સગાઈએ મીડિયા અને ચાહકોમાં ભારે ઉત્તેજના ફેલાવી છે. હવે બધાની નજર આ દંપતીના ભવિષ્ય પર છે, અને તેઓ કઈ નવી સફળતા મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.


