રણજી ટ્રોફીનો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. હવે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળવાના છે. આ ખેલાડીઓ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. તેમાંથી એક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છે. પંતને દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ આયુષ બદોની કરશે. જો કે પંતને પણ દિલ્હીની કેપ્ટનશિપની ઓફર મળી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી, જેનું મુખ્ય કારણ સામે આવ્યું છે.
પંતે કેપ્ટનશિપની કેમ ના પાડી?
રિષભ પંતને ઈંગ્લેન્ડ સાથેની પાંચ મેચની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી નથી. જે બાદ પંત હવે રણજી ટ્રોફીમાં રમવા જઈ રહ્યો છે. પંતે છેલ્લે વર્ષ 2018માં રણજી મેચ રમી હતી. પંતને ડીડીસીએ દ્વારા કેપ્ટનશિપની પણ ઓફર કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર પંતે દિલ્હીની કેપ્ટનશિપ કરવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તે આ ટીમના ખેલાડીઓ વિશે વધુ જાણતો નથી. પંતને ટીમના ખેલાડીઓની ક્ષમતાઓ અને ટીમની ઇકોસિસ્ટમ વિશે ઓછી જાણકારી છે. જોકે, પંત ટીમના કેપ્ટન આયુષ બદોનીને દરેક સંભવ મદદ કરશે. રણજી ટ્રોફીના બીજા તબક્કામાં 23 જાન્યુઆરીએ દિલ્હીનો સામનો સૌરાષ્ટ્ર સાથે થશે.
પંત IPLમાં LSG તરફથી રમશે
ઋષભ પંત IPL 2024 સુધી દિલ્હી કેપિટલ્સ માટે રમતા જોવા મળ્યા હતા, આ દરમિયાન તેણે દિલ્હીની કેપ્ટનશિપ પણ કરી હતી. જોકે, મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે પંતને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પંત આ વખતે મેગા ઓક્શનનો હિસ્સો હતો. મેગા ઓક્શન દરમિયાન પંતને IPL ઈતિહાસની સૌથી મોંઘી બોલી મળી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે આ ખેલાડીને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જે બાદ હવે રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.


