ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી 13 વર્ષના લાંબા ગાળા પછી 30 જાન્યુઆરીએ રણજી ટ્રોફીમાં વાપસી કરશે. દિલ્હી અને રેલવે વચ્ચેની આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. વિરાટ 28 જાન્યુઆરીએ જ દિલ્હીની ટીમમાં જોડાયો છે. પરંતુ તે કયા સ્થાન પર બેટિંગ કરવા આવશે તે સ્પષ્ટ નથી. દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ આ જાહેરાત કરી છે.
આ સ્થાન પર બેટિંગ કરશે વિરાટ કોહલી
વિરાટ કોહલી પોતાના જુનિયર ખેલાડી આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે તૈયાર છે. પરંતુ ટીમમાં જોડાતા પહેલા, દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ તેમને કેપ્ટનશીપની ઓફર કરી હતી. પરંતુ કોહલીએ દિલ્હીની કેપ્ટનશીપ સંભાળવાની ના પાડી અને બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમવાનો નિર્ણય કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ બદોનીએ કહ્યું છે કે કોહલી રેલવે સામેની મેચમાં નંબર 4 પર બેટિંગ કરશે. સામાન્ય રીતે વિરાટ કોહલી ટેસ્ટમાં આ સ્થાન પર રમવાનું પસંદ કરે છે.
છેલ્લી રણજી મેચમાં પણ નંબર 4 પર રમ્યો હતો વિરાટ કોહલી
વિરાટ કોહલીએ પોતાની છેલ્લી રણજી મેચ 2012માં ઉત્તર પ્રદેશ સામે રમી હતી. આ મેચમાં વિરાટે પહેલી ઈનિંગમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી. આ સિવાય તેમે બીજી ઈનિંગમાં ત્રીજા નંબરે બેટિંગ કરી. છેલ્લી રણજી મેચમાં કોહલીએ 14 અને 43 રન બનાવ્યા હતા. પરંતુ આ મેચમાં ઉત્તર પ્રદેશે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં યુપી તરફથી મોહમ્મદ કૈફ, સુરેશ રૈના અને ભુવનેશ્વર કુમારે પણ ભાગ લીધો હતો, જ્યારે ગૌતમ ગંભીર, આશિષ નેહરા અને વીરેન્દ્ર સેહવાગ પણ દિલ્હી તરફથી રમ્યા હતા.
રેલવે સામે દિલ્હીની સંભવિત પ્લેઈંગ ઈલેવન
આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, સનત સાંગવાન, અનુજ રાવત (વિકેટકીપર), યશ ધુલ, અર્પિત રાણા, સુમિત માથુર, જોન્ટી સિદ્ધુ, શિવમ વર્મા, હર્ષ ત્યાગી, નવદીપ સૈની.
દિલ્હીની સંપૂર્ણ ટીમ
આયુષ બદોની (કેપ્ટન), વિરાટ કોહલી, સનત સાંગવાન, અર્પિત રાણા, યશ ધુલ, જોન્ટી સિદ્ધુ, હિંમત સિંહ, નવદીપ સૈની, મની ગ્રેવાલ, હર્ષ ત્યાગી, સિદ્ધાંત શર્મા, શિવમ શર્મા, પ્રણવ રાજવંશી, વૈભવ કાંડપાલ, મયંક ગુસૈન, ગગન વત્સ , સુમિત માથુર, રાહુલ ગેહલોત, જીતેશ સિંહ, વંશ બેદી.


