અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી કંઈકને કંઈક રોજબરોજ નવા કાયદાઓ અમલમાં લાવવા માંડ્યા છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને જવાબદારી સોંપી દીધી છે. જેમાં ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે.ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ કાર્ય પૂર્ણ કરવા માટે મસ્કે પણ સખત મહેનત શરૂ કરી દીધી છે. મસ્કે આ અંગે ઘણા નિર્ણયો પણ લીધા છે.
એલોન મસ્ક પોતાની કાર્યશૈલીને કારણે ઘણી વખત સમાચારમાં રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને નવી જવાબદારી સોંપવામાં આવી છે. મસ્કે પણ સખત મહેનત શરૂ કરી છે. મસ્કે આ અંગે પોતના કામ પર ધ્યાન કેન્દ્નીત કરી રહ્યા છે.ટેસ્લા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના સીઈઓ એલોન મસ્ક આ દિવસોમાં સંપૂર્ણપણે તેમના કામને મહત્વ આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકારમાં એક અલગ વિભાગો બનાવીને મસ્કને નવી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેનું મુખ્ય મથક વોશિંગ્ટનમાં જ છે. ચાલો જાણીએ કે મસ્ક પોતાની નવી જવાબદારી નિભાવવા માટે શું કરી રહ્યા છે
ઓફિસને ઘર બનાવી દીધું
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ કાર્ય પૂર્ણ કરવા માટે, મસ્કે DOGE ઓફિસમાં રહેવાનું શરૂ કર્યું છે અને પોતાનો બધો સમય પોતાના કામમાં સમર્પિત કરે છે. એલોન મસ્ક હંમેશા તેમના કામ અંગે ખૂબ જ સક્રિય છે. તે ટેસ્લા અને X માટે પણ સમાન કામ કરી રહ્યો છે. પરંતુ હવે જ્યારે ટ્રમ્પે તેમને નવી જવાબદારી સોંપી છે, ત્યારે મસ્ક અહીં પણ તેમની નવી ભૂમિકા નિભાવવામાં પૂરા દિલથી વ્યસ્ત છે. મસ્કે વિભાગની ઓફિસને પોતાનું ઘર બનાવી લીધું છે. એટલું જ નહીં, મસ્કે એક રૂમને બેડરૂમ તરીકે એક નવુંરુપ આપ્યું છે.
વ્હાઇટ હાઉસ તરફથી પણ એક ઓફર આવી હતી
મસ્કની ઓફિસ આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં છે, જે વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર છે. મસ્ક કહે છે કે તેમને વ્હાઇટ હાઉસના લિંકન બેડરૂમમાં રાત વિતાવવાની પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે DOGEના મુખ્યાલયમાં રહેવાનું પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની ઔપચારિકતાઓ ટાળવા માટે તેમણે આ કર્યું છે.
એલોન મસ્ક વિશે આ પણ જાણો
એલોન મસ્ક વિશે લોકો જાણે છે કે તે ખૂબ જ મહેનત અને કામ પ્રત્યે ખૂબ જ લગાવ છે. ટેસ્લાના શરૂઆતના દિવસોમાં એલોન મસ્ક ફેક્ટરીમાં જ સૂતા હતા. તેઓ કહે છે કે તે આવું એટલા માટે કરતા હતા જેથી કર્મચારીઓ જોઈ શકે કે તે પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે કેટલી મહેનત કરે છે અને જેથી અન્ય કર્મચારીઓ પણ તેની મહેનત જોઈને પ્રેરણા મેળવી શકે. આમ કરવાથી લોકો તમારા વિશે જાણી શકશે. ટ્વિટર ખરીદ્યા પછી પણ મસ્કે ઓફિસમાં જ પોતાનો આધાર બનાવ્યો છે.


