અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની પાંચમી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચની પહેલી ઈનિંગમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું.
આ મેચમાં અભિષેકે શાનદાર અડધી સદી ફટકારી. તેને માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચી લીધું. આ સિવાય તેને પોતાની ઈનિંગ્સ આગળ વધારી અને સદી ફટકારી. તે T20I માં સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો.
અભિષેક શર્માએ મચાવી ધૂમ
અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામે ભારતને શાનદાર શરૂઆત અપાવી. તેને માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 4.2 ઓવરમાં તેને જેમી ઓવરટનને સિક્સર ફટકારીને ભારત માટે બીજો સૌથી ઝડપી T20 બેટ્સમેન બન્યો. આ સિવાય તે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સમયગાળા દરમિયાન, તેને 10 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. હાલમાં તે ક્રીઝ પર અણનમ રમી રહ્યો છે. અભિષેક શર્માએ 270.27 ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી.
સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે
ભારત માટે સૌથી ઝડપી T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. રોહિતે 2017 માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી. પરંતુ અભિષેક આ રેકોર્ડ તોડી શક્યો નહીં. સિકંદર રઝાએ ઝિમ્બાબ્વે સામે 33 બોલમાં સદી ફટકારી છે. તેને ગામ્બિયા સામે સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે 35 બોલમાં સદી ફટકારી છે.
ટીમ ઈન્ડિયાનો હાઈએસ્ટ પાવરપ્લે સ્કોર
અભિષેક શર્માની ઈનિંગને કારણે ભારતે પાવર પ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો. આ મેચમાં ભારતે 6 ઓવરમાં 95 રન બનાવ્યા. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ સામે 82 રન બનાવ્યા હતા. વર્ષ 2024માં ભારતે બાંગ્લાદેશ સામે પાવરપ્લેમાં 82 રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ 2018 માં, મેન ઇન બ્લુએ દક્ષિણ આફ્રિકા સામે 78 રન બનાવ્યા હતા.
T20I માં ભારત માટે સૌથી વધુ પાવરપ્લે સ્કોર
- 95/1 વિ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
- 82/2 વિ સ્કોટલેન્ડ દુબઈ 2021
- 82/1 વિ બાંગ્લાદેશ હૈદરાબાદ 2024
- 78/2 વિ દક્ષિણ આફ્રિકા જોબર્ગ 2018


