અમેરિકામાં ફરીવાર વિમાન દુર્ઘટના થઇ છે. ન્યૂયોર્ક જતી ફ્લાઇટમાં આગ લાગતા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં, ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ જઈ રહેલા એરબસ A319 વિમાનના એન્જિનમાં સમસ્યા સર્જાઈ હતી. સતત બની રહેલી વિમાન દુર્ઘટનાના કારણે સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના
ફરી એકવાર અમેરિકાથી વિમાન દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. રવિવારે હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં ટેકઓફના થોડા સમય પહેલા આગ લાગી જતાં તેને ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ 1382 સ્થાનિક સમય મુજબ સવારે 8-30 કલાકે જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટથી લાગાર્ડિયા એરપોર્ટ માટે રવાના થવાની હતી ત્યારે ક્રૂને એન્જિન નિષ્ફળતાનો સંકેત મળ્યો અને રનવે પર ટેકઓફ રદ કરવામાં આવ્યો હતો. ફેડરલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે, એન્જિનમાં સમસ્યા હતી જેના કારણે ટેકઓફ રદ કરવામાં આવ્યો હતો. મુસાફરોને રનવે પર જ ઉતારવામાં આવ્યા અને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.
મુસાફરોના જીવ અધ્ધરતાલ
દુર્ઘટના બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ 104 પ્રવાસીઓ સ્લાઇડ્સ અને સીડીઓનો ઉપયોગ કરીને વિમાનમાંથી રનવે પર સુરક્ષિત રીતે નીચે ઉૂતાર્યા હતા અને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા અને આ દુર્ઘટનામાં કોઈ ઈજા થઈ નથી. એમ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના વીડિયોમાં, ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ જઈ રહેલા એરબસ A319 વિમાનના એક એન્જિનમાંથી ધુમાડો અને આગ નીકળતી જોવા મળી રહી છે. યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે મુસાફરોને રવિવારે બપોરે બીજી ફ્લાઇટ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં વોશિંગ્ટનની બહાર રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે બંને વિમાન પોટોમેક નદીમાં પડી ગયા. યુએસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તમામ 67 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે રાત્રે, ફિલાડેલ્ફિયામાં એક મોલ નજીક બીજું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.


