જાફરાબાદના ટીંબી ગામે દિવાળી અંતર્ગત નાગેશ્રી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
PSIના નેતૃત્વમાં મુખ્ય માર્ગો પર નિરીક્ષણ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આગામી દિવાળીના પવિત્ર તહેવારને અનુલક્ષીને નાગેશ્રી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં ગામમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે અને લોકો શાંતિપૂર્વક માહોલમાં તહેવાર ઉજવી શકે તેવા આશય સાથે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી. હડિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ પેટ્રોલિંગ યોજાયું હતું. આ પેટ્રોલિંગમાં પીએસઆઈ હડિયા સહિત નાગેશ્રી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ કાફલા દ્વારા ટીંબી ગામના મુખ્ય માર્ગો, બજારો અને વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.


