બાંગ્લાદેશમાં મેહર અફરોઝ બાદ સોહાના સબા નામની અભિનેત્રીની અટકાયત કરાઇ છે. ડિટેક્ટીવ બ્રાંચ ઓફિસમાં સોહાના સબા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેની સામે કયો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે અંગે હજુ કોઇ માહિતી સામે નથી આવી. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલ સ્થિતી વણસી છે. અહીંના સ્થાનિકોએ કાયદો વ્યવસ્થા હાથમાં લીધી છે. અહીં અભિનેત્રીની અટકાયત કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
સોહાના સબા સાથે પૂછપરછ
બાંગ્લાદેશી અભિનેત્રી સોહાના સબા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ વિલ્બર રહમાને આ વાતની સ્પષ્ટતા કરી હતી. આ અગાઉ એક્ટર-ડિરેક્ટર મેહર અફરોઝ શોનની પણ અટકાયત કરાઇ હતી. મેહરને ઢાકાના ધનમંડી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનથી અટકાયત કરાઇ હતી. ડિટેક્ટીવ બ્રાંચના પ્રમુખ રૈજાઉલ કરીમ મલ્લિકે જણાવ્યુ હતુ કે, મેહરને રાજ્ય વિરુદ્ધ ષડયંત્ર કરવાના આરોપમાં પકડવામાં આવ્યો છે. તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મેહર અને સોહાન સામે લોકોમાં રોષ ભભૂક્યો છે. તેમના નિવાસસ્થાન બહાર લોકોના ટોળા છે અને ગામમાં મેહરના ઘરને પણ આગ લગાવવામાં આવી છે.
કોણ છે સોહાના સબા?
સોહાના સબા બાંગ્લાદેશ ફિલ્મોમાં મોટું નામ ધરાવે છે. તેણે અયના અને બ્રિહોન્નોલા ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીત્યા હતા. આ ફિલ્મોમાં ભજવેલી ભૂમિકાએ ઘણી ચર્ચા જગાવી હતી.


