અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે વારંવાર કેનેડાને યુએસમાં જોડાવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ કેનેડા આનો વિરોધ કરી રહ્યા છે. હવે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીસ ટુડોએ બંધ રુમમાં કેનેડાના 51માં અમેરિકન રાજ્ય બનવા અંગે કંઈક એવું કહ્યું છે કે, જેની વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે.
રાષ્ટ્રપતિની ચુંટણી જીત્યા પછી ડોનાલ્ટ ટ્રમ્પે ઘણીવાર કહી ચુક્યા છે કે કેનેડા 51મું રાજ્ય બની જાય. આમતો આ વાત પર કેનેડાએ સખત વાંધો તો વ્યક્ત કર્યો જ છે પણ તેમના આ નિવેદનથી કેનેડા ડરી પણ ગયું છે. એક માહિતી અનુસાર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીસ ટુડો આ વાતને હળવાશથી તો નથી જ લઈ રહ્યા જોકે પરંતુ વાસ્તવિક માની રહ્યા છે. શુક્રવારે થયેલી બંધ બારણે મળેલી બેઠકમાં કહ્યુ કે કેનેડાને યુએસ રાજ્ય બનાવવાના ટ્રમ્પના પ્રસ્તાવમાં સત્ય છે.
ટૂડોએ આ ટિપ્પણી વ્યવસાચ અને મજૂર નેતાઓ સાથે બંધ બારણે મળેલી બેઠકમાં કરી હતી. આ બેઠકમાં એ વાત પર ચર્ચાઓ કરવામાં આવી હતી કે કેનેડાથી ખરીદેલા માલ પર ટેરીફ લાદવાની ટ્રમ્પની ધમકીનો વધુ રીતે સારી રીતે જવાબ કેવી રીતે આપી શકીએ.
ટૂડોએ શું કહ્યું
મળતી માહિતી અનુસાર, ટૂડોએ કહ્યુ કે તેઓ આપણા સંશોઘનો અને આપણા પાસે ઉપલબ્ધ સંશોધનોથી તેઓ ખૂબ જ વાકેફ છે. અને તેનો લાભ લેવા માગે છે. પરંતુ ટ્રમ્પના મનમાં એ વાત છે કે તે કરવાનો સૌથી સહેલો રસ્તો એ હશે કે આપણા દેશને તેમનામાં ભેળવી દેવામાં આવે, અને તે એક સાચી હકીકત છે.
ટ્રમ્પની જીત થતાની સાથે જ કહ્યું કે તેઓ અમેરિકા આવતા કેનેડિયન માલ પર 25% ટેરિફ લાદશે કેમકે કેનેડાની દાણચોરી અને ઇમિગ્રન્ટ્સને તેની સરહદ વિસ્તારમાંથી અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં નિષ્ફળ ગયું છે. ટ્રમ્પની આ ધમકી પર થોડા દિવસ પહેલા પત્રકારો સાથે વાત કરતા ટૂડો એ કહ્યુ હતુ કે કેનેડા જો ટ્રમ્પના ટેરિફ ટાળવામાં સફળ તો થાય છે. પણ તેને અમેરિકા સાથે લાંબા સમય સુધી રાજકીય પડકારોનો સામનો કરવો જ પડશે
ટેરિફ લાદવામાં 30 દિવસનો વિલંબ થશે
ટ્રમ્પે કેનેડાને ટેરિફમાંથી થોડી કામચલાઉ રાહત તો આપી દીધી છે. સોમવારે, તેમણે કહ્યું હતું કે કેનેડા દ્વારા અમેરિકામાં દાણચોરી પર કડક કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, ટેરિફ લાદવામાં 30 દિવસનો વિલંબ થશે. ટ્રુડોએ કહ્યું છે કે કેનેડાનો હાલનો સૌથી મોટો પડકાર એ છે કે યુએસને ખાતરી આપવામાં આવે કે કેનેડા દાણચોરીનો પુરવઠો રોકવા માટે શક્ય તેટલું બધુ કરી રહ્યું છે. ડેટા દર્શાવે છે કે યુ.એસ.માં જપ્ત કરાયેલા કુલ પુરવઠામાંથી 0.2% કેનેડિયન સરહદ પારથી આવતા હોય છે.
‘જો ટ્રમ્પ ટેરિફ લાદશે તો
ટ્રુડોએ બેઠકની શરુઆતમાં બિઝનેસ અને મજૂર નેતાઓને કહ્યું હતું કે જો ટ્રમ્પ ટેરિફ લાદશે તો કેનેડા પણ તેનો જવાબ આપશે, પરંતુ તેમનો ધ્યેય હંમેશા એ જ કે જેટલું જલ્દી બને તેટલુ ઝડપથી ટેરિફ દૂર કરવાનો રહેશે. તેમણે કહ્યું કે હવે આપણે એ વિચારવું પડશે કે આગામી ચાર વર્ષોમાં કેવી રીતે આપણે આગળ વધી શકીએ, પ્રગતિ કરી શકીએ, કેનેડાને મજબૂત બનાવી શકીએ અને અમેરિકા સાથે લાંબા ગાળાની રાજકીય પરિસ્થિતિમાં પણ પડકારનો સામનો કરી શકીએ.


