રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (આરસીપીએલ) આજે સુપ્રસિદ્ધ ક્રિકેટ આઈકન મુથૈયા મુરલીધરન સાથે સહ-નિર્મિત તેના નવા ગેમ-ચેન્જિંગ સ્પોર્ટ્સ ડ્રિંક સ્પિનર ને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સ્પિનર તેના પોસાય તેવા ભાવ અને તાજગી આપનારા ફ્લેવર્સ સાથે હાઈડ્રેશનમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે, માત્ર રૂ. 10ની કિંમતે ઉપલબ્ધ આ સૌપ્રથમ સ્પોર્ટ્સ ડ્રિંક છે. વિશિષ્ટ સ્થાન ધરાવતું સ્પિનર આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન અમેરિકી ડોલર સુધીની સ્પોર્ટ્સ બેવરેજ કેટેગરી તૈયાર કરવાના અભિયાનનું નેતૃત્વ કરશે.
આ આઈપીએલ ટીમ સાથે કરશે ભાગીદારી
સ્પિનરને લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સહિતની ટોપની આઈપીએલ ટીમો સાથેની તેની મજબૂત ભાગીદારીનું સમર્થન છે, જેઓ દેશભરમાં જાગૃતિ લાવવા અને બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા માટે આરસીપીએલ સાથે સહયોગ કરશે.
હાઈડ્રેટેડ અને એક્ટિવ રહેવા માટે ફાયદાકારક
ક્રિકેટના દિગ્ગજ અને સ્પિનરના સહ-સર્જક મુથૈયા મુરલીધરને જણાવ્યું હતું કે, “રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથેના આ આકર્ષક સાહસનો ભાગ બનવા માટે હું રોમાંચિત છું. એક રમતવીર તરીકે હું જાણું છું કે હાઈડ્રેશન કેટલું મહત્વનું છે, ખાસ કરીને જ્યારે તમે ચાલતા દોડતા હોવ અથવા રમત રમી રહ્યા હોવ. સ્પિનર એક ગેમ-ચેન્જર છે જે દરેક ભારતીયને હાઈડ્રેટેડ અને એક્ટિવ રહેવા માટે સશક્ત બનાવશે, પછી ભલે તેઓ ગમે ત્યાં હોય અથવા તેઓ ગમે તે કરી રહ્યા હોય.”
જાણો શું છે મિશન
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઓઓ કેતન મોદીએ જણાવ્યું કે, “રિલાયન્સમાં અમે માનીએ છીએ કે દરેક ભારતીય તેમના રોજિંદા જીવનને બહેતર બનાવતાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મેળવવાને પાત્ર છે. સ્પિનર તરીકે અમે એક અસરકારક પીણું બનાવ્યું છે જેનો દરેક વ્યક્તિ આનંદ માણી શકે છે, પછી ભલે તમે પ્રોફેશનલ એથ્લિટ હોવ કે હાઈડ્રેટેડ રહેવાની ઈચ્છા ધરાવતા સામાન્ય વ્યક્તિ. સંપૂર્ણ બેવરેજ અને એફએમસીજી કંપની તરીકે અમે ક્રિકેટના દિગ્ગજ મુથૈયા મુરલીધરન અને આઈપીએલ ટીમો સાથે ભાગીદારીમાં આ નવીન પ્રોડક્ટ બજારમાં લાવવા માટે ઉત્સાહિત છીએ, કારણ કે અમે બધા માટે હાઈડ્રેશન સુલભ બનાવવાનું અમારું મિશન સતત ચાલુ રાખીએ છીએ.”
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગ્લોબલ લેવલના ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને દરેક માટે સુલભ બનાવવા પ્રતિબદ્ધ છે. સ્પિનરના લોન્ચ સાથે કંપનીને હાઈડ્રેશન માટે અસરકારક ઉત્પાદન રજૂ કરવામાં ગર્વ છે.


