ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે.
આ જાણકારીએ બીસીસીઆઈએ આ માહિતી આપી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ ઝડપી બોલર જસપ્રીત બુમરાહને થયેલી ઈજાને કારણે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે.
યશસ્વી જયસ્વાલના સ્થાને આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. યશસ્વી જયસ્વા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝનો ભાગ છે. તે પહેલી મેચમાં રમ્યો પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી તેને બીજી મેચના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઠ ટીમોને તેમના અંતિમ 15 ખેલાડીઓ સબમિટ કરવા માટે 11 ફેબ્રુઆરીની અંતિમ તારીખ નક્કી કરી હતી. આ પછી કોઈપણ ફેરફાર માટે ટીમોએ ટુર્નામેન્ટની ટેકનિકલ સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે. બીસીસીઆઈએ જાન્યુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે સમયે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે બુમરાહના બેક-અપ તરીકે હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી હર્ષિત રાણા નાગપુરમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં વનડે ડેબ્યૂ કરવામાં સફળ રહ્યો.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની અપડેટ કરેલી ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
નોન-ટ્રાવેલિંગ સબ્સ્ટિટ્યૂટ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. જરૂર પડ્યે ત્રણેય ખેલાડીઓ દુબઈ જશે.


