પ્લેયર ઓફ્ ધ મેચ બનેલા ચરિથ અસાલંકાની આક્રમક સદીની મદદથી શ્રીલંકાએ પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 49 રનથી હરાવીને બે મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળલી લીધી હતી.
શ્રીલંકાના 214 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ 165 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. રનચેઝ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ 31 રનના સ્કોર સુધીમાં સુકાની સ્મિથ (12), જેક ફ્રેઝર (2) સહિત ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મિડલ ઓર્ડરમાં એલેક્સ કેરીએ 41 તથા એરોન હાર્ડીએ 32 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે મહિશ થિકશનાએ 40 રનમાં સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ઇનિંગમાં પણ ખરાબ શરૂઆત થઈ હતી અને યજમાન ટીમે પણ 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની અસાલંકાએ કેપ્ટન ઇનિંગ રમીને 126 બોલમાં 14 બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે 127 રન બનાવ્યા હતા. સિન એબોટ્ટે 61 રનમાં ત્રણ તથા એરોન હાર્ડીએ 13 રનમાં બે વિકેટ ઝડપી હતી.


