સિનિયર ખેલાડી સ્ટિવ સ્મિથના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અનુભવી પેસ બોલર મિચેલ સ્ટાર્ક વિના મેદાનમાં ઉતરશે.
સ્ટાર્કે વ્યક્તિગત કારણોસર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 15 સભ્યની ટીમમાં ઘણા ફેરફાર કરવા પડયા છે. નિયમિત સુકાની પેટ કમિન્સ, ઓલરાઉન્ડર જોસ હેઝલવૂડ તથા મિચેલ માર્શ ઈજાગ્રસ્ત છે. સ્ટોનિસે વન-ડે ફોર્મેટમાંથી અકાળે નિવૃત્તિ લીધી છે.
મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે સ્ટાર્કની પ્રતિબદ્ધતા અંગે અમને આદર છે. ગાલે ખાતે ગયા સપ્તાહે ટેસ્ટ મેચના અંતિમ તબક્કામાં તેને ઘૂંટણમાં સમસ્યા થઈ હતી. તે વન-ડે શ્રોણીમાં પણ રમી શકે તેમ નથી. સ્ટાર્કએ વ્યક્તિગત કારણોનો આદર કરવાનો આગ્રહ કર્યો છે અને તે આ અંગે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરશે નહીં. પેસ બોલર સ્પેન્સર જોન્સન, નાથાન ઇલિસ, સીન એબોટ્ટ તથા બેન ડવારસૂઇશને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ટીમ : સ્ટિવ સ્મિથ (સુકાની), સીન એબોટ્ટ, એલેક્સ કેરી, બેન ડવારસૂઇશ, નાથાન ઇલિસ, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, જોશ ઇંગ્લિસ, સ્પેન્સર જોન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવી સાંઘા, મેથ્યૂ શોર્ટ, એડમ ઝમ્પા. ટ્રાવેલિંગ રિઝર્વ : કૂપર કોનોલી.


