વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ પર છે. PM મોદી અમેરિકા પંહોચી ગયા છે. ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને ભારતીય સમુદાય સહિત અન્ય અધિકારીઓએ પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. અમેરિકામા અત્યારે ઠંડીનો માહોલ છે. ૧૨-૧૩ ફેબ્રુઆરીના અમેરિકાના પ્રવાસ દરમ્યાન PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તુલસી ગાબાર્ડ સાથે મુલાકાત કરી. તુલસી ગાબાર્ડની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકને લઈને તૈયારીઓ થઈ રહી છે.
દ્વિપક્ષિય સંબંધોને લઇ ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષિય સંબંધોને લઇ ચર્ચા થશે. અમેરિકા પંહોચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે વોશિંગ્ટ ડીસી પંહોચી ગયો છું અને બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનાવવા ડોનાલ્ડ ટ્રમ્પને મળવા આતુર છું. ભારત-અમેરિકાના સંબંધો સુદૃઢ બને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધે તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવશે.
બે દિવસીય મુલાકાત
અમેરિકા મુલાકાત દરમ્યાન પીએમ મોદી રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તુલસી ગાબાર્ડ સાથે મુલાકાત કર્યા બાદ બ્લેર હાઉસ પંહોચ્યા. જ્યાં તેઓ ભારતીય સમુદાયને મળ્યા.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી બે દિવસીય અમેરિકાની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ,અમેરિકાના મંત્રીમંડળના સભ્યો અને ઉદ્યોગ નેતાઓ સાથે બેઠક કરશે.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે બેઠક
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં બેઠક કરશે. વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી માટે ખાસ રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની અમેરિકાનો પ્રવાસ વધુ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે હાલમાં 104 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ પીએમ મોદી અમેરિકાના પ્રવાસ પર છે. ત્યારે પીએમ મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ અને મંત્રી મંડળ સાથેની બેઠક વધુ મહત્વની રહેશે.આ ઉપરાંત વ્યાપારિક સંબંધોને લઈને એલોન મસ્ક સહિતના દિગ્ગજ ઉદ્યોપતિઓ સાથે પણ મુલાકાત કરશે.


