ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ 2025માં પાકિસ્તાનમાં યોજાશે. આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025, જે શેડ્યૂલ જાહેર થાય તે પહેલાં જ વિવાદનું કારણ બની ગયું. હવે આખરે આ ICC ટુર્નામેન્ટ વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ લાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ ચેમ્પિયન્સ ટ્રોફીનું નવમું સંસ્કરણ હશે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે શરૂ થઈ અને કયા દેશે આ ટુર્નામેન્ટ સૌથી વધુ વખત જીતી છે?
પહેલી વાર ક્યારે અને ક્યાં બન્યું? જાણો ભારત કયા સ્થાને હતું?
ચેમ્પિયન્સ ટ્રોફીનું જુનુ નામ વિલ્સ ઇંટરનેશનલ ટ્રોફી હતુ. બાદમાં આઇસીસી નોક આઉટ ટ્રોફી નામ આપવામાં આવ્યુ હતુ. રમત માટે ફંડ એકત્ર કરવા માટે આ ટ્રોફીની શરૂઆત કરાઇ હતી. પરંતુ હવે તે લોકપ્રિય ટ્રોફી બની ચુકી છે. ચાહક વર્ગ ચેમ્પિયન્સ ટ્રોફીને મીની વર્લ્ડ કપ પણ કહે છે. દર 4 વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે 8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ઇતિહાસ અને તેનાથી સંબંધિત રસપ્રદ તથ્યો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટનું સૌપ્રથમ આયોજન વર્ષ 1998માં બાંગ્લાદેશના યજમાનપદે કરવામાં આવ્યું હતું. ત્યારથી, તેનું આયોજન 7 વખત કરવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ હેઠળ 1 જૂનથી 18 જૂન 2017 દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન 8મી વખત કરવામાં આવ્યુ છે. ODI ક્રિકેટ વર્લ્ડ કપ પછીની સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે, જેના કારણે કેટલાક લોકો તેને મિની વર્લ્ડ કપ પણ કહે છે. વર્ષ 2006 એડી સુધી, ચેમ્પિયન્સ ટ્રોફી દર બે વર્ષે યોજાતી હતી. આ ટુર્નામેન્ટ 2008 માં પાકિસ્તાનમાં યોજાવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સુરક્ષા કારણોસર તે 2009માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ પછી, વર્લ્ડ કપની જેમ, આ ટુર્નામેન્ટ ચાર વર્ષના અંતરાલ પર આયોજિત થાય છે.
પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે યોજાઈ હતી?
ચેમ્પિયન્સ ટ્રોફીનું સૌપ્રથમ આયોજન 1998માં બાંગ્લાદેશમાં થયું હતું. આ ટુર્નામેન્ટનું વર્તમાન ફોર્મેટ એ છે કે 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પરંતુ 1998ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં, 8 ટીમો વચ્ચે સીધી નોકઆઉટ મેચ યોજાઈ હતી. નોકઆઉટ મેચો પહેલા, ન્યુઝીલેન્ડે પ્રારંભિક મેચમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું અને નોકઆઉટ તબક્કા માટે ક્વોલિફાય કર્યું હતુ. ક્વાર્ટર-ફાઇનલ મેચોનો વારો હતો, જેમાં ભારત, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝે પોતપોતાની મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પહેલી સેમિફાઇનલમાં આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું હતું, બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝે ભારતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઢાકામાં ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટથી હરાવ્યું હતું અને પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત કોણે જીતી છે?
અત્યાર સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું કુલ 8 વખત આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સૌથી વધુ વખત જીતનાર ટીમ ઓસ્ટ્રેલિયા છે, જેણે 2006 અને 2009 માં ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારત પણ બે વાર ચેમ્પિયન બન્યું છે, પરંતુ બંને વખત તેને સંપૂર્ણ ચેમ્પિયન બનવાનું સન્માન મળ્યું નથી. ભારત 2013માં ચેમ્પિયન હતું, પરંતુ 2002માં તેને શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરવી પડી. તે સિવાય, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝે એક-એક વખત ટ્રોફી જીતી છે.
8 કપ્તાને જીત્યા છે ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ
દક્ષિણ આફ્રિકાએ 1998માં હેંસી ક્રોનિએની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો. ત્યારે ચેમ્પિયનસ ટ્રોફીને નોક આઉટ ટ્રોફી તરીકે ઓળખવામાં આવતું હતુ.
ન્યૂઝિલેંડના કપ્તાન સ્ટીફન ફ્લેમિંગે વર્ષ 2000માં આ ખિતાબ જીત્યો હતો.
વર્ષ 2002માં ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. ત્યારે સૌરવ ગાંગુલી અને સનથ જયસૂર્યા કપ્તાન હતા.
વેસ્ટઇંડિઝના કપ્તાન બ્રાયન લારાએ વર્ષ 2004માં ચેમ્પિયનસ ટ્રોફી પોતાને નામ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોટીંગે બે વખત વર્ષ 2006 અને વર્ષ 2009માં ચેમ્પિયનસ ટ્રોફી જીતી છે.
વર્ષ 2013માં કેપ્ટન કુલ એટલે કે ધોનીએ ચેમ્પિયનસ ટ્રોફી જીતી હતી.
વર્ષ 2017માં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ ખાનના નેતૃત્વમાં ચેમ્પિયનસ ટ્રોફી જીતવામાં આવી હતી.
અત્યાર સુધી યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફીને મિની વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. વર્ષ 1998માં ICCએ નોક-આઉટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેનું નામ 2009થી ICC ચેમ્પિયન્સ ટ્રોફી રાખવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ અને વેલ્સ વચ્ચેની 2017ની શ્રેણી આ શ્રેણીની છેલ્લી શ્રેણી હતી.


