આ મેચ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. દુબઈમાં રમાયેલી આ મેચ ભારતીય ટીમે 6 વિકેટથી જીતી હતી. આ મેચમાં અક્ષર પટેલ હેટ્રિક લેવાનું ચૂકી ગયો.
અક્ષરની ઓવરમાં રોહિત શર્મા એક સરળ કેચ ચૂકી ગયો, જેના કારણે અક્ષર હેટ્રિક લઈ શક્યો નહીં. અક્ષરની ઓવરમાં કેચ છોડ્યા બાદ હવે રોહિત શર્માએ નિવેદન આપ્યું છે.
રોહિત શર્માએ શું કહ્યું?
આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત 9મી ઓવર નાખવા માટે અક્ષર પટેલને બોલ આપે છે. તેને ઓવરના બીજા બોલ પર તંજીદ હસનને આઉટ કર્યો. ત્રીજા બોલ પર પણ તેને મુશફિકુર રહીમને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલી દીધો. ચોથા બોલ પર, અક્ષરે ઝાકિર અલીને લગભગ આઉટ કરી દીધો. પરંતુ સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા રોહિત શર્માએ ઝાકિર અલીનો સરળ કેચ છોડી દીધો. રોહિતને કારણે અક્ષર આ મેચમાં હેટ્રિક લઈ શક્યો નહીં.
રોહિત શર્માએ કહી આ વાત
પરંતુ મેચ પછી, રોહિત શર્માએ આ કેચ વિશે વાત કરી અને મજાકમાં કહ્યું કે કાલે હું અક્ષરને રાત્રિભોજન માટે લઈ જઈશ, તે એક સરળ કેચ હતો, મારે તે લેવો જોઈતો હતો. ઝાકિર અલીનો કેચ છોડ્યા બાદ, રોહિત શર્માની ટીમનું બાંગ્લાદેશને જલ્દી ઓલઆઉટ કરવાનું સ્વપ્ન પણ ચકનાચૂર થઈ ગયું, કારણ કે ઝાકિર આ મેચમાં 114 બોલમાં 68 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે આ કેચ ચૂકી ગયો ત્યારે બાંગ્લાદેશનો સ્કોર 35/5 હતો.
આવી હતી મેચની સ્થિતિ
ઝાકિરની અડધી સદી અને તૌહીદ હૃદયોયની 100 રનની ઈનિંગની મદદથી બાંગ્લાદેશે 49.4 ઓવરમાં 228 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમે 46.3 ઓવરમાં 231/4 રન બનાવ્યા અને મેચ 6 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલે 129 બોલમાં 101 રનની ઈનિંગ રમી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 41 રન બનાવ્યા.


