By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’

Editor
Last updated: 2026/08/13 at 4:17 PM
51 minutes ago
Share
રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’
SHARE

રાજકોટમાં ફરી એકવાર ભજવાશે ‘હું આત્મકથા છું’

INTACH  ચેપ્ટર દ્વારા તા.૨૦મીએ હેમુ ગઢવી હોલ ખાતે ૨૦૧૮ના પ્રયોગનું નવા સ્વરૂપે પુનઃમંચન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વારસો માત્ર ઇમારતો, સ્મારકો અને ઐતિહાસિક સ્થળોમાં જ નથી વસતો; ભાષા, સાહિત્ય, સ્મૃતિ અને સર્જનાત્મક અભિવ્યક્તિઓ પણ આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન હિસ્સો છે. ગુજરાતી સાહિત્યિક વારસાની એક અનોખી અને જીવંત નાટ્યાત્મક રજૂઆતના પ્રયાસરૂપે INTACH રાજકોટ ચેપ્ટર દ્વારા આગામી ૨૦ ઓગસ્ટે હેમુ ગઢવી હોલ ખાતે ‘હું આત્મકથા છું…’ નાટ્યપ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ વિનામૂલ્યે રહેશે, પરંતુ પૂર્વ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા લખાઈ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે ૨૦૧૮માં રાજકોટના જ કેટલાક કલાકારોએ ‘હું આત્મકથા છું’ નાટ્યપ્રયોગનું સર્જન કર્યું હતું. પ્રાયોગિક ધોરણે તૈયાર થયેલો આ પ્રયોગ ત્યારબાદ ભાવનગર, ભરૂચ અને ગાંધીનગર સહિતનાં શહેરોમાં રજૂ થયો હતો અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ નાટ્યપ્રયોગ નવા સ્વરૂપ, નવા સેટ, નવી દૃશ્યરચના અને એક નવા પાત્ર સાથે ફરી પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યો છે.

‘હું આત્મકથા છું’માં આત્મકથા પોતે એક પાત્ર બનીને મંચ પર આવે છે અને પોતાની જ સફરની વાત કરે છે. વિશ્વના વિવિધ સાહિત્યમાં આત્મકથાને કયા સર્જકોએ અને કયા સ્વરૂપે આલેખી, ત્યારબાદ ગુજરાતી ભાષામાં નર્મદની કલમ દ્વારા આત્મકથાનું આગમન કેવી રીતે થયું અને છેલ્લા ૧૫૦ વર્ષમાં આત્મકથાએ કેટલાં પરિવર્તનો અનુભવ્યાં—આ સમગ્ર સફર નાટ્યપ્રયોગમાં આત્મકથાના પાત્ર દ્વારા વચ્ચે વચ્ચે રજૂ થાય છે.

નાટકની વિશેષતા એ છે કે ગુજરાતી ભાષાની પાંચ મહત્ત્વની આત્મકથાઓના અંશોનું નાટ્યરૂપાંતર કરવામાં આવ્યું છે. નર્મદ, મણિલાલ નભુભાઈ, મહાત્મા ગાંધી, કનૈયાલાલ મુનશી અને ચંદ્રકાન્ત બક્ષીનાં પાત્રો મંચ પર આવે છે અને તેમની આત્મકથાઓમાંથી પસંદ કરાયેલા સંવાદો અને પ્રસંગો જીવંત બને છે. આ વખતની રજૂઆતમાં એક નવા પાત્રનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે ૨૦ ઓગસ્ટના શોમાં પ્રથમવાર જોવા મળશે. આમ, આ રજૂઆતમાં ગુજરાતી ભાષાની કુલ છ આત્મકથાઓના અંશો નાટ્યરૂપે રજૂ થશે.

 

આ સમગ્ર પ્રયોગમાં ૧૫થી વધુ કલાકારો અને કસબીઓ જોડાયેલા છે. દરેક આત્મકથાના સમય અને ભાવવિશ્વને અનુરૂપ સંગીત, ગીત, લાઇટિંગ અને સેટ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વખતની રજૂઆત માટે ખાસ નવો સેટ અને નવું દૃશ્યરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.

‘હું આત્મકથા છું’ના લેખક જ્વલંત છાયા છે, જેઓ હાલમાં ફૂલછાબ દૈનિકના તંત્રી છે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક રક્ષિત વસાવડાએ નાટકનું દિગ્દર્શન કર્યું છે. જાણીતા સંગીતકાર પ્રહર વોરાએ સંગીત આપ્યું છે. નિર્માણ અને અન્ય વિવિધ જવાબદારીઓ બિરદ છાયા સંભાળી રહ્યા છે, જ્યારે જલ્પા છાયા સહ-નિર્માતા તરીકે જોડાયા છે.

નાટક જોવા માટે ૭૮૫૯૯ ૩૩૭૯૧ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. પ્રવેશ વિનામૂલ્યે રહેશે અને રજીસ્ટ્રેશન બાદ વહેલા તે પહેલાના ધોરણે પાસનું વિતરણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર આમંત્રિત મહેમાનો માટે બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવશે.

 

You Might Also Like

સોશિયલ મીડિયામાં મિડલ ક્લાસની શોધખોળ પર નજર, પછી યુવતી મારફતે ફ્રોડ

કુવાડવા ચોકડી પાસે ગાંજાના જથ્થા સાથે બિહારી શખ્સ ઝડપાયો

લાયસન્સ વગર ફટાકડા વેચવાનું ભારે પડ્યું, શાપરમાં વેપારીની ધરપકડ

નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો

દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ગુજરાતરાજકોટ

જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Editor By Editor 3 days ago
નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?