- સિંગતેલના ભાવમાં નવો ઘટાડો
- કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા
- સામાન્ય વર્ગને તહેવારો પહેલા રાહત
સિંગતેલ ખાનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, થોડા દિવસો પહેલા સિંગતેલના ભાવ ઘટતા કિંમતો 2850 રૂપિયાથી 2900 થઈ હતી. જો કે હવે સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે.
હાલના દિવસોમાં રાજકોટ, ધોરાજી, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડોમાં મગફળની નવી આવકમાં ધૂમ જોવાઈ રહી છે. સિઝનનો સારો વરસાદ અને પાછોતરા વરસાદના લીધે મગફળીની ખેતી કરતા ખેડૂતો માટે પાકની ઉપજ સારી નોંધાઈ છે. જેનાથી જગતતાતના ચહેરે આનંદની લહેરખીઓ છવાઈ છે. વધુમાં હાલના દિવસોમાં મગફળી, કપાસ જેવી જણસોના સારા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોને પણ મોટી રાહત થઈ છે. જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે સાથે જ ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે. એવામાં એક સારા સમાચાર સામે આવ્યા, રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.
સિંગતેલમાં કિંમતો ઘટી
નોંધનીય છે કે સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. તો વાત એમ છે કે આ વખતે વરસાદ સારો પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારી માત્રામાં થયો હતો. હવે માર્કેટિંગ યાર્ડમાં આ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને તેનો સીધો અસર સીંગતેલના ભાવમાં પડી રહ્યો છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી સુધી ખાદ્ય તેલની કિંમતમાં આવો ઘટાડો જોવા મળતો રહેશે.
સામાન્ય જનતા માટે રાહત
આ તમામની વચ્ચે સામાન્ય જનતા માટે પણ એક રાહતના સમાચાર લગાતાર સામે આવી રહ્યા છે. મગફળીનું તેલ ખાનારા લોકો માટે આ રાહતના સમાચાર છે. છેલ્લા થોડા દિવસોથી સિંગતેલમાં સતત ઉંચા મથાળેથી જોવાઈ રહેલો ઘટાડો વધુ એકવાર ચાલુ રહ્યો હતો અને આજે પ્રતિ ડબ્બા પર વધુ એકવાર સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવામાં આવ્યો હતો. જેથી હાલની માહિતી પ્રમાણે જોઈએ તો સિંગતેલની કિંમતો હાલમાં 2850 રૂપિયાથી 2900 રૂપિયા વચ્ચે છે જે એક બે મહિના પહેલા 3100 રૂપિયાથી પણ વધુ હતી.
સારા પાકના લીધે ભાવમાં ઘટાડો
હાલના દિવસોમાં તહેવારોના દિવસો માથે છે. માર્કેટમાં ખરીદીની સારી સંભાવનાઓ છે. તેવામાં સિઝનના સારા વરસાદ અને પાછોતરા વરસાદના લીધે સારો પાક થતા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં મગફળનીની નવી ધૂમ આવક નોંધાતા સિંગતેલના ભાવ નીચે ગયા છે. આ ભાવ ઘટાડો આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી પૂરી શક્યતાઓ છે. જો આ જ વલણ આગળ પણ ચાલુ રહે તો તેલ ભરવાની સિઝનમાં આ ભાવ 2500 રૂપિયાથી 2600 રૂપિયા પ્રતિ ડબ્બો પણ થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.


