ગ્રુપ A માંથી સેમિફાઈનલમાં સ્થાન મેળવનાર ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી લીગ સ્ટેજની છેલ્લી મેચ 2 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ જીતનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે. ICC ઈવેન્ટમાં, ન્યુઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને ઘણી મુશ્કેલીમાં મૂકી છે, જેના કારણે આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.


