બ્રાઝિલના રાઇઝિંગ સ્ટાર જોઆઓ ફોનસેકાએ બ્રિટનના ખેલાડી જેકોબ ફેર્નલીને ત્રણ સેટ સુધી રમાયેલા મુકાબલામાં 6-2, 1-6, 6-3થી હરાવીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાની આગેકૂચ જારી રાખી હતી.
ફોનસેકાએ ફેબ્રુઆરીમાં આર્જેન્ટિના ઓપન જીતીને એટીપી ટૂરમાં ચેમ્પિયન બનેલા 10 યંગેસ્ટ પ્લેયર તરીકેની સિદ્ધિ મેળવી હતી. વિમેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ઓલિમ્પિક ચેમ્પિયન સ્વિર્ટ્ઝલેન્ડની બેલિન્ડા બેનકિચે જર્મનીની તાત્જાના મારિયાને 65 મિનિટમાં 6-1, 6-1થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. જાપાનીઝ ખેલાડી અને ઇન્ડિયન વેલ્સમાં ડેબ્યૂ કરનાર મોયુકા ઉચિજિમાએ યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ઇમ્મા રાડૂકાનુને સીધા સેટમાં 6-3, 6-2થી હરાવી હતી. તેનો આગામી મુકાબલો અમેરિકાની કોકો ગોફ સામે થશે. વરસાદના કારણે કેટલાક મુકાબલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોફિયા કેનિને મેડિસન ઇંગ્લિસ સામે કોઇ પણ મુશ્કેલી વિના 6-2, 6-1ના સ્કોરથી મેચ જીતી લીધી હતી. સોરોના ક્રિસ્ટીયૂએ માયા જોઇન્ટને 6-2, 7-5થી, વિક્ટોરિયા તોમોવાએ ઓલ્ગા ડેનિલોવિચને 6-2, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.


