આઇપીએલ 2025ની પહેલાં રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડયો છે. આ વખતે તેના કોઇ ખેલાડી નહીં પરંતુ કોચને ઇજા થઇ છે.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને રમતી વખતે ઇજા થઇ છે જેના કારણે તે હજુ સુધી રોયલ્સના કેમ્પથી દૂર છે અને તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે. દ્રવિડને બેંગ્લુરુ ખાતે એક મેચ રમતી વખતે ઇજા થઇ હતી અને મેડિકલ ટ્રિટમેન્ટ આપવાની સાથે પગમાં પ્લાસ્ટર પણ આપવામાં આવ્યું છે. જોકે ઇજા ગંભીર નથી પરંતુ ટીમના મેડિકલ સમિતિએ કોઇ પણ જાતનું જોખમ લીધા વિના દ્રવિડને પગમાં પ્લાસ્ટર લગાવવાનો નિર્દેશ કર્યો હતો.


