સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધૂમ મચાવી દીધી છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સીમા કન્યાલ દાવો કરી રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમનો એક લેગ સ્પિનર તેને પોતાની સેલ્ફી મોકલતો હતો.
ફક્ત સેલ્ફી જ નહીં, આ ક્રિકેટર સીમાને ડાયરેક્ટ મેસેજ (DM) પણ મોકલતો હતો. તેણે કહ્યું કે આ લગભગ 6-7 મહિના સુધી ચાલુ રહ્યું, પરંતુ સીમા કન્યાલે તે ક્રિકેટરનું નામ જાહેર કર્યું નહીં.
ખરેખર સીમા કન્યાલ તાજેતરમાં એક પોડકાસ્ટ પર ઈન્ટરવ્યુ આપવા આવી હતી. તેણે ભારતીય લેગ-સ્પિનરનું નામ જાહેર કરવાની ના પાડી હતી પરંતુ ઈન્ટરવ્યુ હોસ્ટને તે પરિણીત હોવાની પુષ્ટિ કરીને આશ્ચર્યચકિત કરી દીધું હતું. તેણે કહ્યું કે “હું શૂટિંગ પર હતી. જ્યારે હું ઘરે આવી ત્યારે મેં જોયું કે મને દર 2 કલાકે 3-4 મેસેજ આવી રહ્યા હતા. મને લાગ્યું કે આત્મસન્માન નામની પણ કોઈ વાત હોય છે. આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યો છે, પણ સ્ટોક કરવી એ સારી વાત નથી.”
ફેન્સે આપી પ્રતિક્રિયા
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સે વિવિધ પ્રકારના દાવા કરવાનું શરૂ કરી દીધું. ફેન્સ જુદા જુદા ક્રિકેટરોના નામ લઈને અનુમાન લગાવતા હતા, પરંતુ ઘણીવાર આવી ઘટનાઓ થોડા સમય પછી પોતાની મેળે શાંત થઈ જાય છે. હાલ તો, લેગ સ્પિનર દ્વારા DM મોકલવાનો આ મુદ્દો જોર પકડી રહ્યો છે.
સીમા કન્યાલ વિશે વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની મુસાફરી અને વિવિધ સુંદર આઉટફિટના ફોટો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે. હાલમાં ભારતમાં 22 માર્ચથી શરૂ થનારી IPL 2025 ની તૈયારીનો માહોલ છે.


