આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાને આરસીબી ખેલાડી વિરાટ કોહલી સાથે ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર ડાન્સ કર્યો હતો. વિરાટે ડાન્સમાં કિંગ ખાનને જોરદાર ટક્કર આપી. જ્યારે તે બંને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેડિયમમાં અવાજનું સ્તર સૌથી વધુ હતું.
આઈપીએલની ઓપનિંગ સેરેમનીની શરૂઆત શાહરૂખ ખાનની સ્પીચથી થઈ, તે હોસ્ટની ભૂમિકામાં હતો. બધા કલાકારોના પર્ફોર્મન્સ પછી, શાહરૂખ ખાને RCB ટીમના વિરાટ કોહલી અને KKR ટીમના રિંકુ સિંહને સ્ટેજ પર બોલાવ્યા. પહેલા તેને રિંકુ સિંહ સાથે ડાન્સ કર્યો.
શાહરૂખ ખાન સાથે વિરાટ કોહલીનો ડાન્સ વીડિયો વાયરલ
વિરાટ કોહલી સાથે ડાન્સ કરતા પહેલા શાહરૂખ ખાને કહ્યું કે ‘જ્યારે RCBના ખેલાડીઓ સિક્સર ફટકારે છે અને મેચ જીતે છે ત્યારે તે તેમની કેટલી પ્રશંસા કરે છે.’ હું કોહલીને મારા ગીત પર ડાન્સ કરવા વિનંતી કરું છું. કોહલી પણ સંમત થયો અને પછી તેની સાથે ‘ઝૂમ જો પઠાણ’ ગીત પર ડાન્સ કર્યો.
રિંકુ સિંહનો ડાન્સ જોઈને ખૂબ હસ્યો વિરાટ કોહલી
વિરાટ કોહલી પહેલા શાહરૂખ ખાને રિંકુ સિંહ સાથે ડાન્સ કર્યો હતો. બંનેએ ‘લુટ પુટ ગયા’ ગીત પર ડાન્સ કર્યો. આ દરમિયાન સ્ટેજ પર ઉભેલા વિરાટ કોહલી પોતાનું હાસ્ય કાબૂમાં રાખી શક્યો નહીં, તે ખૂબ જ જોરથી હસ્યો. આ પછી, શાહરૂખ ખાને વિરાટ કોહલીને ડાન્સ માટે કહ્યું અને કિંગ કોહલી સંમત થયા.
વિરાટ કોહલીનું કરવામાં આવ્યું સન્માન
મેચ પહેલા વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવ્યું. કોહલીને BCCI તરફથી સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું. મેચ વિશે વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


