વેસ્ટ ઈન્ડિઝે પોતાના નવા T20 કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. રોવમેન પોવેલ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે અને પોવેલના સ્થાને શાઈ હોપને કેરેબિયન ટી20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હોપ પહેલાથી જ ODI ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. હોપે અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 39 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેમના બેટે 138ના સ્ટ્રાઈક રેટથી 847 રન બનાવ્યા છે. હોપે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં અત્યાર સુધીમાં 5 અડધી સદી ફટકારી છે.
શાઈ હોપ બન્યા નવા ટી20 કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝે શાઈ હોપને વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપની કમાન સોંપી છે. રોવમેન પોવેલ પાસેથી T20 ફોર્મેટમાં કેરેબિયન ટીમની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. પોવેલને 2023માં વેસ્ટ ઈન્ડિઝના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે નિકોલસ પૂરણનું સ્થાન લીધું છે. પોવેલની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024માં કંઈ ખાસ પ્રદર્શન કર્યુ નહોતું. ટીમ સુપર 8 રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. રોવમેલ પોવેલની કેપ્ટનશીપ હેઠળ વેસ્ટ ઈન્ડીઝ, ટીમ ઈન્ડિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ જેવી મોટી ટીમોને તેમની જ ધરતી પર હરાવી હતી. પોવેલે ICC T20 રેન્કિંગમાં કેરેબિયન ટીમને નવમાથી પાંચમા સ્થાને પહોંચાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે પણ એક વીડિયો શેર કરીને પોવેલનો આભાર માન્યો છે. હોપને વેસ્ટ ઈન્ડિઝ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે.
હોપ અનુભવી ખેલાડી
હોપને વેસ્ટ ઈન્ડિઝ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક ગણવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના મુખ્ય કોચ ડેરેન સેમીએ પણ શાઈ હોપને T20 ફોર્મેટની કેપ્ટનશીપ આપવાનું સૂચન કર્યું હતું, ત્યારબાદ પોવેલ સાથે આ અંગે ચર્ચા થઈ હતી. પોવેલ આ નિર્ણયથી સંતુષ્ટ જણાતા હતા અને તેને સંમતિ આપી હતી. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોપ પાસે કેપ્ટનશીપનો અનુભવ પણ છે અને તેમના નેતૃત્વમાં તાજેતરના સમયમાં કેરેબિયન ટીમનું વનડેમાં પ્રદર્શન મજબૂત રહ્યું છે.


