ભારતીય ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં IPLમાં રમી રહ્યો છે. તે રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. આ દરમિયાન, તેને મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની માંગણી કરી હતી.
તે મુંબઈની ટીમ છોડીને ગોવા માટે ઘરેલુ ક્રિકેટ રમવા માંગતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયસ્વાલનો પોતાના જ સાથી ખેલાડી સાથે ઝઘડો થયો હતો અને તેથી જ તે ટીમ બદલી રહ્યો છે.
મુંબઈ તરફથી રમતા, જયસ્વાલે લિસ્ટ A મેચોમાં 52.62 ની એવરેજથી 1526 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને બેવડી સદી ફટકારી છે. તેને પાંચ સદી અને સાત અડધી સદી પણ ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેને 36 મેચોમાં 60.85ની એવરેજથી 3712 રન બનાવ્યા છે. જ્યાં તેને 13 સદી અને 12 અડધી સદી ફટકારી છે. જયસ્વાલ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. તેને T20 અને ODI માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
જયસ્વાલનો ટીમના કોઈ સિનિયર ખેલાડી સાથે ઝઘડો થયો હતો?
મીડિયા રિપોર્ટ મુજબ, જયસ્વાલ પાસે મુંબઈ ટીમ છોડવાનું એક અલગ કારણ છે. સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ જયસ્વાલથી નારાજ હતું, જેના કારણે તેને આ નિર્ણય લેવો પડ્યો. છેલ્લી સીઝનમાં, જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં, તેનો ટીમના એક સિનિયર ખેલાડી સાથે ઝઘડો થયો હતો. જ્યારે સિનિયર ખેલાડીએ તેના શોટ પસંદગી પર સવાલ ઉઠાવ્યો. આ પછી, જયસ્વાલે તે ખેલાડીને વળતો જવાબ આપ્યો.
જયસ્વાલે પોતે જણાવ્યું ટીમ બદલવાનું કારણ
બુધવારે મીડિયા સાથે વાત કરતા, જયસ્વાલે પોતે ટીમ બદલવા પાછળનું કારણ સમજાવ્યું. તેને કહ્યું કે આ મારા માટે મુશ્કેલ નિર્ણય હતો. આજે હું જે કંઈ છું તે મુંબઈના કારણે છું. આ પછી તેને કહ્યું કે ગોવાએ તેને કેપ્ટનશીપની તક આપી છે. તે ખૂબ જ સારી તક હતી જેનો મેં સ્વીકાર કર્યો.


