3 માર્ચનો દિવસ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખૂબ જ સારો રહ્યો હતો. આ ટીમે સિઝનની ચોથી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતુ. આ જીત KKR માટે ખૂબ જ ખાસ હતી. જેણે પહેલી 3 મેચમાંથી 2 મેચ હારી હતી. ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે છે. હૈદરાબાદને 80 રનના મોટા માર્જિનથી હરાવીને, KKR એ પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે.
KKR એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ
આ ટીમ IPLના ઇતિહાસમાં 3 અલગ અલગ ટીમો સામે 20થી વધુ મેચ જીતનાર પ્રથમ અને એકમાત્ર ટીમ બની ગઈ છે. કેપ્ટન અજિંક્ય રહાણેના નેતૃત્વમાં હૈદરાબાદને હરાવીને KKR એ આ સિદ્ધિ મેળવી છે. કોલકાતાએ હૈદરાબાદ સામે સતત ચોથી જીત નોંધાવી છે. આ લીગના ઇતિહાસમાં SRH સામે આ તેની 20મી જીત હતી. KKR એ 20થી વધુ મેચોમાં RCB, પંજાબ કિંગ્સ અને હૈદરાબાદને હરાવ્યા છે.
KKR એ આ 3 ટીમો સામે સૌથી વધુ મેચ જીતી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBને 21 વખત હરાવ્યું. તો પંજાબ કિંગ્સ PBKSને 20 વખત હાર આપી છે. તો બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ SRHને 20 વખત હારનો સ્વાદ ચખાડ્યો છે. આ મોટો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. IPLના ઇતિહાસમાં એક જ ટીમ સામે સૌથી વધુ જીતનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ MIના નામે છે. જેણે KKR સામે 24 મેચ જીતી છે. આ પછી MIએ ચેન્નાઈ સુપર કિંગ્સ CSKને 20 વખત હરાવ્યું છે. જ્યારે CSK એ RCB સામે 21 મેચ જીતી છે.
જો આપણે મેચની વાત કરીએ તો, IPL 2025 ની 15મી મેચમાં, KKR vs SRH ની ટીમો આમને-સામને હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, KKRએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા છે. જેના જવાબમાં હૈદરાબાદ 120 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વિજયનો હીરો વૈભવ અરોરા હતો. જેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ લીધી હતી.


