ICC વધુ નાણાં કમાવવા માટે એક નવી યોજના પર કામ કરી રહ્યુ છે. જે તેને કરોડોનો ફાયદો કરાવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હવે ગેમિંગની દુનિયામાં પદાર્પણ કરવા જઇ રહ્યુ છે. ICC પોતાની પ્રથમ મોબાઇલ ગેમ રજૂ કરવાની તૈયારીમાં છે. જો કે ક્રિકેટ ગેમિંગનો ઇતિહાસ ઘણો જુનો છે. પરંતુ ICC પ્રથમવાર પોતાની ક્રિકેટ ગેમ રજૂ કરશે. આ ક્રિકેટ ગેમનો મુખ્ય હેતુ માત્ર પૈસા ભંડોળ વધારવાનો છે. ICC વધુમાં વધુ કરોડો રૂપિયા કમાવવા માંગે છે.
ICCની ડિજિટલ ટીમે કરી પહેલ
ICCની ડિજિટલ ટીમ બોર્ડ મીટિંગમાં આ મામલે યોજનાની રજૂઆત કરશે. ક્રિકેટ ગેમિંગ મામલે છેલ્લી બેઠકમાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પરંતુ હવે ICC તમામ સભ્યો તરફથી ગેમિંગ યોજના માટે લીલીઝંડીની રાહ જોઇ રહ્યુ છે. જે બાદ ટેન્ડર કાઢવામાં આવશે અને શરૂઆતમાં ઓછામાં ઓછા મોબાઇલ પર ક્રિકેટ ગેમ ઉપલબ્ધ કરી શકાય. આ યોજનાની પ્રસ્તુતિ 9 એપ્રિલ 2025ના રોજ હરારેમાં શરૂ કરવામાં આવશે. ICCએ ક્રિકેટ ગેમ માટે લાઇસેન્સ કરાર કરવા પડશે.
કરોડોનો ફાયદો
ભારતમાં ક્રિકેટને ખાસ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટને જોવું અને રમવુ એની સંખ્યા લાખોમાં છે. આજના સમયમાં પણ ક્રિકેટ ગેમને વધુ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટ ગેમને મોબાઇલ પર રમવુ લોકો વધુ પસંદ કરે છે. ક્રિકેટ ગેમિંગના કારણે કંપનીઓને ફાયદા થઇ રહ્યા છે. જેને જોતા ICC પણ ગેમિંગ દુનિયામાં સામેલ થવા ઉત્સુક છે. ગેમ લોન્ચ કરીને ICC કરોડો રૂપિયાના ફાયદા મેળવવા માંગે છે.


