IPL 2025ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. ટીમના કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
ગિલને જોફ્રા આર્ચરે રન આઉટ કર્યો. રાજસ્થાનના ફાસ્ટ બોલરની ગતિથી ગિલ છેતરાઈ ગયો અને આર્ચરનો બોલ તેના ઓફ સ્ટમ્પને બહાર લઈ ગયો. આ મેચમાં રાજસ્થાને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. વાનિંદુ હસરંગા વ્યક્તિગત કારણોસર આ મેચ રમી રહ્યો નથી.
આર્ચરે કેપ્ટન ગિલને કરી દીધો સ્તબ્ધ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ગુજરાત ટાઈટન્સની શરૂઆત ધીમી રહી. ટીમે પહેલા 2 ઓવરમાં 14 રન બનાવ્યા. જોફ્રા આર્ચર ત્રીજી ઓવર નાખવા આવ્યો. આર્ચરના હાથમાંથી નીકળેલો પહેલો બોલ શુભમન ગિલને સંપૂર્ણપણે છેતરી ગયો. 147.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ આવતા ગુજરાતના કેપ્ટન દંગ રહી ગયો.
બોલ હવામાં ગયો અને ગિલના ઓફ સ્ટમ્પને બહાર લઈ ગયો. શુભમનના હાવભાવ જોતાં એવું લાગતું હતું કે તે બોલની લાઈન સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને તેને ફક્ત 2 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.
એક ફેરફાર સાથે આવ્યું છે રાજસ્થાન
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનને તેની પ્લેઈંગ 11 માં એક ફેરફાર કરવાની ફરજ પડી છે. વાનિંદુ હસરંગા વ્યક્તિગત કારણોસર આ મેચ રમી રહ્યો નથી. હસરંગાના સ્થાને ફઝલહક ફારૂકીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હસરંગાએ IPL 2025 માં સારું પ્રદર્શન કર્યું છે અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 4 વિકેટ લીધી હતી. પરંતુ ગુજરાતે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.


