ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો કોઈને પણ મેદાન તરફ ખેંચી લાવે છે. આનું સૌથી મોટું ઉદાહરણ પોર્ટુગલની જોઆના ચાઈલ્ડ હતી, જેણે 64 વર્ષની ઉંમરે ટી20 ક્રિકેટમાં સામે 3 મેચની સિરીઝમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો છે. જોઆના ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર બીજી સૌથી મોટી ઉંમરની ખેલાડી બની ગઈ છે. તેની પહેલા આ રેકોર્ડ જિબ્રાલ્ટરની સૈલી બાર્ટનના નામે હતો, જેણે 66 વર્ષ અને 334 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. ચાઇલ્ડે ફોકલેન્ડ આઈલેન્ડ્સના એન્ડ્રયૂ બ્રાઉનલી (62 વર્ષ અને 145 દિવસ) અને કેમેનના માલી મૂર (62 વર્ષ 25 દિવસ)ને પણ ઉંમરના મામલે પાછળ છોડી દીધા છે.
જોઆના ચાઈલ્ડે નોર્વે સામે 2 રન બનાવ્યા અને બાકીની રમતોમાં તેને બેટિંગ કરવાની તક મળી નહીં. તેણીએ બોલિંગ પણ કરી પરંતુ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહી. તેણે 4 બોલમાં 11 રન ખર્ચ્યા. મહત્વની વાત એ છે કે, ચાઇલ્ડની ટીમમાં 15 વર્ષની ખેલાડી ઇશરત ચીમા અને 16 વર્ષની મરિયમ વસીમનો પણ સમાવેશ થતો હતો.
નંબર 1 કોણ છે?
જોઆના ચાઈલ્ડ 64 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યા બાદ ફક્ત જિબ્રાલ્ટરની સેલી બાર્ટનથી પાછળ છે. આ ખેલાડીએ 66 વર્ષ અને 334 દિવસની ઉંમરે ડેબ્યૂ કરીને ઇતિહાસ રચ્યો. સેલી બાર્ટનમાં પણ અદ્ભુત જુસ્સો હતો અને હવે તેનો રેકોર્ડ તોડવો કે તેની બરાબરી કરવી ખૂબ મુશ્કેલ બનશે.
પોર્ટુગલ અને નોર્વે વચ્ચેની T20 શ્રેણીમાં કઠિન સ્પર્ધા જોવા મળી. પહેલી મેચમાં પોર્ટુગલની ટીમે નોર્વે સામે 109 રનના લક્ષ્યાંકનો બચાવ કરતી વખતે 16 રનથી વિજય મેળવ્યો હતો. બીજી મેચમાં, નોર્વેજીયન ટીમે વાપસી કરી અને ૧૩૭ રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. જ્યારે, પોર્ટુગલે ત્રીજી મેચ 9 વિકેટથી જીતીને શ્રેણી જીતી લીધી.


