By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી

Editor
Last updated: 2026/08/06 at 5:21 PM
1 hour ago
Share
બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી
SHARE

બ્યુટી પાર્લરની નોકરીનું સપનું બતાવી યુવતીને રાજકોટ લાવી દેહવ્યાપારના દલદલમાં ધકેલી

વંથલી પંથકની 20 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લેવા પિતાને રૂ.10 હજાર આપ્યા, પ્રેમીને જેલમાંથી છોડાવવા રૂ.4 લાખની જરૂર હોવાનું કહી ગોરખધંધામાં ઉતારી

ત્રણેક મહિનામાં 250થી વધુ ગ્રાહકો અને 28 નાઇટ કરાવ્યાનો ગંભીર આક્ષેપ ; દંપતી સહિત ત્રણ સામે ગુનો

અગ્ર ગુજરાત, રાજકોટ

આધુનિક યુગમાં નોકરી અને ઉજ્જવળ ભવિષ્યના નામે યુવતીઓને ફસાવતી ટોળકીઓ કેટલી સક્રિય બની ગઈ છે તેનો ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. વંથલી પંથકની 20 વર્ષીય યુવતીને બ્યુટી પાર્લરમાં સારી નોકરી અપાવવાની લાલચ આપી રાજકોટ બોલાવવામાં આવી અને ત્યારબાદ તેને દેહવ્યાપારના ગોરખધંધામાં ધકેલી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા ભારે ચકચાર મચી છે.
ફરિયાદ મુજબ, યુવતીએ વર્ષ 2024 દરમિયાન જુનાગઢમાં બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હતો. અભ્યાસ દરમિયાન જ તેના મિત્રએ રાજકોટમાં સારી નોકરી અપાવવાની ખાતરી આપી હતી. કોર્સ પૂર્ણ થતાં થોડા જ દિવસોમાં મિત્રએ જણાવ્યું કે તે ઓળખતા દંપતી પાસે બ્યુટી પાર્લરમાં કામ મળી જશે. ત્યારબાદ આરોપી દંપતી યુવતીના વતન બંધડા ગામે પહોંચ્યું, જ્યાં તેના પિતાને મહિને રૂ.15 હજાર પગાર આપવાની ખાતરી આપી હતી. વિશ્વાસ જીતવા માટે પિતાને રૂ.10 હજાર રોકડા પણ આપવામાં આવ્યા હતા અને “તમારી દીકરી અમારી સાથે સુરક્ષિત રહેશે” એવી ખાતરી આપી રાજકોટ લઈ જવાઈ હતી.
રાજકોટ લાવ્યા બાદ યુવતીને મિલપરા વિસ્તારમાં આવેલી એચ.આર. કિંગ હોટલમાં ઉતારવામાં આવી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ બીજા જ દિવસે તેના મિત્રને એક કેસમાં પોલીસ સમક્ષ હાજર કરાવી જેલમાં મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું. ત્યારબાદ આરોપી મહિલાએ યુવતીને કહ્યું કે મિત્રને છોડાવવા માટે અંદાજે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આ રકમ એકત્ર કરવાની એકમાત્ર રીત દેહવ્યાપાર છે. મિત્ર પ્રત્યેના પ્રેમ અને તેને છોડાવવાની આશામાં યુવતીએ અંતે મજબૂરીમાં હા પાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
યુવતીના આક્ષેપ મુજબ, ત્યારથી તેની જિંદગી નર્ક સમાન બની ગઈ. રાજકોટની વિવિધ હોટલોમાં ગ્રાહકો પાસે મોકલી શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. મિલપરાની હોટલ ઉપરાંત બસ સ્ટેન્ડ પાછળની હોટલો અને શહેરની અન્ય જગ્યાઓએ પણ તેને મોકલવામાં આવતી હતી. આરોપીનો ભાઈ તેને એક્ટિવા પર અલગ-અલગ હોટલોમાં લઈ જતો અને પરત મૂકતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે લગભગ સાડા ત્રણ મહિનાના ગાળામાં યુવતીને આશરે 250 જેટલા ગ્રાહકો પાસે મોકલવામાં આવી હતી અને 28 નાઇટ પણ કરાવવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી મળતી રકમ યુપીઆઈ ક્યૂઆર કોડ મારફતે વસૂલાતી હતી અથવા રોકડ લેવાતી હતી, પરંતુ યુવતીને નક્કી કરેલી કોઈ રકમ ચૂકવવામાં આવી નહોતી. તેને માત્ર લાલચ અને ધમકીઓ વચ્ચે જ કામ કરાવવામાં આવતું હતું.
જ્યારે યુવતી આ ગોરખધંધાથી કંટાળી ગઈ અને કામ કરવાની ના પાડી, ત્યારે આરોપી દંપતીએ તેના પરિવારને પ્રેમ સંબંધની જાણ કરી દેવાની અને દેહવ્યાપારની વાત કહી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ઘરે મોકલી દેવાની પણ ધમકી અપાતી હોવાથી યુવતી સતત ડરના માહોલમાં જીવતી રહી.
બાદમાં યુવતીનો મિત્ર જેલમાંથી છૂટીને આવ્યો અને બંનેએ આ કામ છોડવાનો નિર્ણય કર્યો. આરોપીઓ પાસે પોતાના દસ્તાવેજો અને હિસાબ માંગતાં વિવાદ થયો હતો. આરોપીઓએ હોટલ ખાલી કરી બીજી જગ્યાએ રહેવા મોકલી દીધા, પરંતુ ત્યારબાદ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું. અંતે યુવતીના પિતાને સમગ્ર હકીકતની જાણ થતાં અને આરોપીઓની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ યુવતીએ હિંમત એકઠી કરી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે ફરિયાદના આધારે હિરેન કિશોર રૂડકીયા, તેની પત્ની રિદ્ધિ હિરેન રૂડકીયા અને મયુર કિશોર રૂડકીયા સામે ઇમોરલ ટ્રાફિકિંગ, એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની વધુ તપાસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
આ ઘટના માત્ર એક યુવતીની આપવીતી નથી, પરંતુ દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. સંતાનોને નોકરી, અભ્યાસ કે સારા ભવિષ્યના બહાને અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન રાખવા અંગે સતત જાગૃત રાખવાની જરૂર છે. થોડા પૈસા, મીઠી વાતો અને મોટા સપનાઓ બતાવી અસામાજિક તત્વો યુવતીઓને કેવી રીતે પોતાના જાળમાં ફસાવે છે તેનું આ પ્રકરણ જીવતું ઉદાહરણ બની રહ્યું છે. હાલમાં પોલીસ સમગ્ર રેકેટની કડીઓ શોધવામાં વ્યસ્ત છે અને તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
રાજકોટ

રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ

Editor By Editor 1 hour ago
પ્રણવાનંદ ભવન ખાતે રવિવારે યોજાશે કંઠસ્થ સંસ્કૃત સુભાષિત સુલેખન સ્પર્ધા
શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત
રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?