IPL 2025ની 33મી મેચ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી મેચમાં બેટ્સમેનોનું વર્ચસ્વ હોઈ શકે છે. બંને ટીમો પાસે ખૂબ જ અનુભવી બેટ્સમેનોની ફોજ છે. પરંતુ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચાલુ સિઝનમાં જીત મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમે 6 મેચ રમી છે અને ફક્ત બે જ જીત મેળવી શકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે સતત ચાર હાર બાદ વાપસી કરી છે અને પોતાની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું છે.


