જયપુરમાં આજે IPL 2025 સિઝનની 36મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ ( RR)વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCB અને LSG વચ્ચે જંગ જામશે. જયપુરમાં આજે IPL 2025 સિઝનની 36મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ ( RR)વચ્ચે રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RR અને LSG વચ્ચે જંગ જામશે. રાજસ્થાન રોયલ્સ માટે જયપુરનુ આ મેદાન અગાઉ નિરાશાજનક પરિણામ લાવ્યું હતું. આઈપીએલની આ સિઝનમાં જ અગાઉ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RCB સામે રાજસ્થાન રોયલ્સે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સ હોટ ફેવરટી
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ IPLમાં 5 વખત સામસામે ટકરાયા છે. RR અને LSG વચ્ચે રમાયેલ 5 મેચમાં રાજસ્થાન રોયલ્સનુ વર્ચસ્વ જોવા મળ્યું. રાજસ્થાને શાનદાર પ્રદર્શન કરતાં લખનોને 4 વખત કારમી હારનો સામનો કરવો પડયો છે. જ્યારે લખનૌને આ સમયગાળા દરમિયાન ફક્ત એક જ વિજય મળ્યો છે. LSG એ 2023 માં RR સામેની આ એકમાત્ર મેચ જીતી હતી. મયંક યાદવે આ વખતે આઈપીએલમાં બોલિંગમાં સારું પ્રદર્શન કરતાં લખનૌ તરફથી તેનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે હવે પ્લેઈંગ ઇલેવનમાંથી કોણ બહાર થશે તેને લઈને અટકળો વહેતી થઈ છે અને તેમાં આકાશદીપનું નામ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લી બે મેચમાં આકાશનું પ્રદર્શન નબળું રહેતા તે આજની ટીમમાંથી બહાર થઈ શકે છે. દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં સંજુ ઘાયલ થયો હતો. જોકે, અત્યાર સુધી સંજુની ઈજા અંગે કોઈ અપડેટ સામે આવ્યા નથી.
જયપુરમાં આજે રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આરપારની લડાઈ જોવા મળશે. આજે શનિવારે 19 એપ્રિલના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન – સંજુ સેમસન અને ઋષભ પંત – ટોસ માટે અડધો કલાક પહેલા મેદાનમાં ઉતરશે.
બંને ટીમના પ્લેઈંગ ઈલેવનના સંભવિત ખેલાડીઓ
લખનૌ સુપરજાયન્ટ્સ: ઋષભ પંત (c/wk), એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ રાઠી, મયંક યાદવ, અવેશ ખાન.
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (c/wk), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, આકાશ માધવાલ.
આજે આઈપીએલની સીઝનમાં બપોરે અને સાંજે બે મેચ રમાશે. ગુજરાતના અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બપોરે 3.00 વાગ્યે મેચ રમાશે. જ્યારે રાજસ્થાનના જયપુરમાં રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.


