By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું

Last updated: 2025/04/24 at 12:00 PM
11 months ago
Share
ઋષભદેવે 400 ઉપવાસનું પારણું ઈક્ષુરસથી કર્યું
SHARE

આપણા યુગના સૌ પ્રથમ સંન્યાસી-શ્રમણ તરીકે જેમનું નામ નોંધાયું છે એવા ઋષભદેવ ભગવાને ફાગણ વદ 7ના દિવસે સંયમ જીવનનો સ્વીકાર કરેલો. એમણે જ્યારે સંયમ ગ્રહણ કરેલું એની પહેલાં સમગ્ર આર્યાવર્તમાં કોઈ સાધુ-સંન્યાસી ન હતા. એટલે એમની દિનચર્યાનો કોઈને બોધ નહોતો. એ તો બરાબર પણ એ આપણા ઘેર આવે તો આપણે એમને કેવી રીતે આહાર અર્પણ કરવો એની પણ કોઈ પદ્ધતિ કોઈને ખબર ન હતી.

ભગવાને દીક્ષા લીધી એ પહેલાં આ વિષયની કોઈની સાથે ચર્ચા વિચારણા પણ કરેલી નહીં. ભગવાને સંયમ જીવનનો પ્રારંભ કરતા પહેલા દિવસે તો બે ઉપવાસની પ્રતિજ્ઞા કરેલી. ત્રીજા દિવસે ભગવાન આહાર ગ્રહણ કરવા માટે ગામ-નગરમાં જાય. બધા અહોભાવથી એમની પાસે જાય. એમને આગ્રહ કરી કરીને સોના-રૂપાના થાળ લાવીને આપવાનો આગ્રહ કરે. ભગવાન જે દિવસે દીક્ષા-સંયમનો સ્વીકાર કરે એ દિવસથી મૌન હોય. કોઈની પણ સાથે એક અક્ષરની વાત કરવાની નહીં, એમાં પણ પોતાના માટે તો કંઈ પણ બોલે જ નહીં.

રોજનો એમનો આ ક્રમ છે. રોજ આહાર ગ્રહણ કરવાનો સમય થાય ત્યારે મધ્યાહ્નના સમયે પોતાના આશ્રમ સ્થાનથી નીકળે. નગરની વસ્તીની દિશામાં આગળ વધે. એક એક કરતાં પાંચ-સાત કે દસ ઘરોમાં જાય. લોકો ભેગા થઈ જાય. પરમાત્માનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા હોય, પણ કોઈને એ વિચાર પણ ન આવે કે આ તો શ્રમણ છે. એમને તો એમને કલ્પે એવો જ આહાર આહાર તરીકે આપવાનો હોય અને આહાર સિવાય તો એમને કંઈ જરૂર પણ ન હોય, પણ આવી તો એમને ખબર પણ ન પડતી હોય.

ભગવાનનો પણ આ નિત્યનો ક્રમ. પાછા એક જ સ્થાને રહ્યા હોય એવું પણ ન હોય. આમ ને આમ ચારસો દિવસ પસાર થઈ ગયા, પણ એ દરમિયાન કોઈને એવો વિચાર પણ ન આવ્યો કે લાવોને એકાદ રોટલી કે કોઈ ફળ સમારેલાં હોય તો એવું કંઈક કે પછી કોઈ પણ ઘરમાં બનાવેલા મોદક આપીએ. આવા કોઈ વિચારો જ ના આવ્યા અને ભગવાન પણ રોજ આહાર ગ્રહણ કર્યા વગર જ પોતાના સ્થાનમાં પહોંચે અને આગળની સાધના ચાલુ થઈ જાય. આપણે કલ્પના કરી શકીએ કે ચારસો દિવસના ઉપવાસ કર્યા પછી માણસ સહજતાથી વર્તન કરે! પણ આ તો ભગવાન હતાને! એમના મનના ભાવોમાં કોઈ અસર જોવા ન મળે. પેલો શ્રેયાંસકુમાર ભગવાનનો સંસારી અવસ્થાનો પૌત્ર હસ્તિનાપુર નગરનો રાજકુમાર. પોતાના મહેલના ગવાક્ષમાં ઊભા ઊભા નગરની શોભા જોઈ રહ્યા હતા, એ સમયે એમણે આ દૃશ્ય જોયું. આગળ ભગવાન ચાલતા હતા અને પાછળ સેંકડો માણસો ચાલી રહ્યા હતા. એ માણસો કંઈક કહી રહ્યા હતા, પણ અવાજ સ્પષ્ટ થતો ન હતો, પણ એણે આ વાત તો સાંભળેલી કે ભગવાન આવે છે અને કંઈ પણ લીધા વગર પાછા જાય છે.

શ્રેયાંસને એ સમયે અચાનક શું થયું એ બેહોશ થઈ ગયો. શીતોપચાર કરવાથી થોડીવારમાં એ સ્વસ્થ થયો. એક ગ્લાસ પાણી પીને એ દોડ્યો. ભગવાનની પાસે પહોંચ્યો અને વિનંતી કરી ભગવાન પધારો મારા ઘરે મને આહારનો લાભ આપો.

ભગવાન તરત જ એના ઘરે ગયા. એ જ સમયે ઈક્ષુરસ-શેરડીના રસના એકસો આઠ ઘડા આવેલા હતા. ભગવાનને વિનંતી કરી. ભગવાને એની વિનંતીનો સ્વીકાર કર્યો.

હાથમાં જ ઈક્ષુરસ ત્યાં ને ત્યાં ઊભા ઊભા ગ્રહણ કર્યો. આ રીતે ભગવાને ચારસો ઉપવાસ-વરસી તપનું પારણું અક્ષય તૃતીયાના દિવસે કર્યું. નગરજનો રાજી રાજી થઈ ગયા.

બધા પૂછે છે તમને આ બધી ખબર કેવી રીતે પડી? શ્રેયાંસ કહે છે આ ભગવાનની સાથે મારો છેલ્લા નવ ભવોનો સંબંધ છે. આવા સાધુ મહાત્માને આ રીતે ભોજન અર્પણ કરવાથી બહુ મોટો લાભ મળે છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજકોટ

ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે

Editor By Editor 6 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?