રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફાસ્ટ બોલર યશ દયાલે ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને 2 રનથી રોમાંચક જીત અપાવી.
બે વર્ષ પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે પાંચ છગ્ગા ફટકાર્યા બાદ, તેનું કમબેક દરેક માટે પ્રેરણાદાયક છે. હવે તેમના પિતા ચંદ્રપાલ દયાલે તેમના પુત્રના આ શાનદાર પ્રદર્શન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ માટે તેમને RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી.
યશ દયાલના પિતાએ કહી આ વાત
મીડિયા સાથે વાત કરતાં તેને કહ્યું કે ‘વિરાટે તેને ખૂબ સપોર્ટ કર્યો છે. જ્યારે યશ RCBમાં જોડાયો, ત્યારે વિરાટ ઘણીવાર તેને તેના રૂમમાં બોલાવતો અને ક્યારેક તે પોતે યશના રૂમમાં જતો. તેને ગયા વર્ષે આ અંગે ચર્ચા કરી હતી અને યશને કહ્યું હતું કે, ‘મહેનત કરતા રહો અને ધૂમ મચાવી દે.’ હું તારી સાથે છું. ચિંતા ના કરો. સખત મહેનત કરવાનું બંધ ન કરો. ભૂલો કરો પણ શીખો અને આગળ વધો. તેને વધુમાં કહ્યું કે વિરાટે યશને ઘણી સ્વતંત્રતા આપી છે અને તેને એક નીડર ક્રિકેટર બનાવ્યો છે. તેમને કહ્યું કે ‘મેં ઘણા ક્રિકેટરોને તૂટતા જોયા છે, ખાસ કરીને બોલરોને.’ પરંતુ વિરાટે તેને પોતાના હાથે બનાવ્યો છે.
યશ દયાલે 15 રનનો કર્યો બચાવ
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન RCB સામે ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. તેને પહેલા 2 બોલમાં 2 રન આપ્યા. તેને ત્રીજા બોલ પર ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોનીને આઉટ કર્યો, જેનાથી આખું સ્ટેડિયમ ખુશ થઈ ગયું. પરંતુ તેને ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો, જે નો બોલ બન્યો. આ બોલ પર છગ્ગો ફટકાર્યા પછી, CSK ને 3 બોલમાં ફક્ત 6 રનની જરૂર હતી. પરંતુ આ પછી, યશ દયાલે પોતાનો જાદુ બતાવ્યો અને આગામી 3 બોલ પર 3 જબરદસ્ત યોર્કર ફેંક્યા, ફક્ત 3 રન આપ્યા અને પોતાની ટીમને 2 રનથી રોમાંચક વિજય અપાવ્યો.


