આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2025નો 56મો મુકાબલો રમાશે. બંને ટીમો સાંજે 7.30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટકરાશે. MI અને GT વચ્ચે જે પણ ટીમ જીતશે તે પ્લેઓફની નજીક પહોંચશે. બંનેના ખાતામાં હાલમાં 14-14 પોઈન્ટ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે જ્યારે ગુજરાત ચોથા સ્થાને છે.


