અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એકબાદ એક મહત્વના નિર્ણયોથી લોકોને ચોંકાવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર તેઓ મહત્વનો નિર્ણય લેવાના છે તેવી જાણકારી આપી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ફરી એકવાર એક મોટા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આ આદેશ અંગે ઉત્સુકતા વધી રહી છે, કારણ કે ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી પોસ્ટ પોસ્ટ કરશે.
દેશના ઇતિહાસમાં હશે પહેલીવાર..
તેમણે ટ્વિટ કરતા જણાવ્યુ કે “સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી” સત્ય જે ક્યારેય બહાર આવ્યું નથી. સાથે જ લખ્યુ છે કે આવતીકાલે સવારે 9 કલાકે હું મહત્વપૂર્ણ ઓર્ડર પર સાઇન કરવા જઇ રહ્યો છું. જે વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર હશે.
ટ્રમ્પે કર્યુ ટ્વિટ
આ પોસ્ટ પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેઓ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જે તેમના દાવો મુજબ દવાના ભાવમાં ‘લગભગ તાત્કાલિક’ 80 ટકા સુધીનો ઘટાડો થઇ જશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સોમવારે સવારે હસ્તાક્ષર થનારા આ આદેશથી “સૌથી વધુ પસંદગી પામેલા રાષ્ટ્ર” નીતિ સ્થાપિત થશે જેના હેઠળ અમેરિકા અન્ય દેશો દ્વારા ચૂકવવામાં આવતા સૌથી ઓછા દરે દવાઓ ખરીદશે.
વ્હાઇટ હાઉસ છૂટ આપશે
જોકે ટ્રમ્પ પોતાની યોજનાઓને આટલી ઝડપથી કેવી રીતે અમલમાં મૂકશે અથવા ઝડપી બચત મેળવવાની યોજના બનાવી રહ્યા છે તે વિશે જાણકારી આપવામાં આવી નથી. રાજકીય નિષ્ણાંતોના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસ ફેડરલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામ, મેડિકેર દ્વારા ખરીદેલી દવાઓ પર ડિસ્કાઉન્ટ આપવાની યોજના બનાવી રહ્યું છે.
થઇ શકે વિરોધ
આ દરખાસ્તનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તરફથી સખત વિરોધ થઇ શકે છે. આ એક એવો આદેશ છે જેને ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન અપનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ક્યારેય પસાર થઈ શક્યો નહીં. તેમણે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના અંતિમ અઠવાડિયામાં સમાન એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ પાછળથી કોર્ટના આદેશથી બિડેન વહીવટ હેઠળ આ નિયમ અમલમાં આવતા અટકાવી દેવામાં આવ્યો હતો.


